Jammu & Kashmir Cricket Association's angry selector Resignation
  • Home
  • Sports
  • Cricket
  • ઇરફાન પઠાણ પર જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનાં પસંદગીકર્તાએ લગાવ્યો ગંભીર આરોપ

ઇરફાન પઠાણ પર જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનાં પસંદગીકર્તાએ લગાવ્યો ગંભીર આરોપ

 | 11:25 am IST

જમ્મુ કાશ્મીર ક્રિકેટ મહાસંઘના પસંદગી સમિતિના ચાર સભ્યોમાંથી એક ધ્રુવ મહાજને ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઇરફાન પઠાન પર પસંદગી મામલામાં હસ્તક્ષેપનો આરોપ લગાવતા રાજીનામું આપી દીધુ છે.

33 વર્ષિય ઇરફાન પઠાનને હાલમાં જ જેકેસીએ એ 2018-19ના સત્ર માટે રાજ્ય ટીમ સાથે ખેલાડી અને મેંટર તરીકે જોડ્યા છે. રાજીનામું આપનારા ધ્રુવ મહાજન પર 14 વર્ષ સુધી 48 રણજી મેચ રમી ચૂક્યા છે. આ સાથે જ તેમને 37 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચનો પણ અનુભવ છે.

ફેબ્રુઆરી 2015માં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સંન્યાસ લેનાર મહાજને સમગ્ર મામલા પર પોતાની વાત રાખવાવાળા મહાજને સાફ રીતે જણાવ્યું કે,”મેં રાજીનામું સોંપી દીધુ છે. પઠાણ પસંદગી સમિતિની પ્રક્રિયામાં વધારે પડ્તુ ઘર્ષણ કરે છે જે સંવિધાનનું ઉલ્લંઘન છે”

મહાજને પોતાનું રાજીનામું જેકેસીએના મુખ્ય કાર્યકારી અધિકારી આશિક બુખારી, બીસીસીઆઇ અને જેકેસીએના મુખ્ય પસંદગીકર્તા પરવેઝ કેસરના સોંપી દીધુ છે. તેમણે કહ્યું,”હું મારા અધિકાર ક્ષેત્રમાં કોઇને આવવા દેવા ઇચ્છતો નથી. મારી જવાબદારી ખેલાડીઓની પસંદગી કરવાની છે. ખેલાડી તથા મેન્ટરનું કામ ટીમ માટે રમવું અને મેંટરની ભૂમિકા અદા કરવાની છે. તેમણે ટીમ સાથે જોડાયા બાદ એક પણ મેચ રમી નથી.”

પસંદગી સમિતિમાં ચાર સભ્યો હોય છે જેમા બે જમ્મુથી અને બે કાશ્મીરથી હોય છે. મહાજનનું સાફ રીતે કહેવું છે કે, ઇરફાન પઠેણે પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ ના કે બીજાના કામમાં અડચણ ઉભી કરવી જોઇએ.