Jammu Kashmir: Gujarati Army Man Died while fighting against Terrorist
  • Home
  • Featured
  • આતંકીઓ સાથે સામી છાતીએ લડતા લડતા જમ્મૂ-કાશ્મીરમાં શહીદ થયો ગુજરાતનો લાલ

આતંકીઓ સાથે સામી છાતીએ લડતા લડતા જમ્મૂ-કાશ્મીરમાં શહીદ થયો ગુજરાતનો લાલ

 | 1:32 pm IST

જમ્મુ કાશ્મીરમાં વધુ એક ગુજરાતનો જવાન શહીદ થયાના દુ:ખદ સમાચાર આવ્યા છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં વડોદરાનો એક જવાને શહીદી વ્હોરી છે. વડોદરાના આ જવાન શહીદનું નામ આરીફ મહોમ્મદ સફી પઠાણ છે.

વડોદરાના આરીફ મહોમ્મદ સફી પઠાણ જમ્મુમાં શહીદ થતા પરિવારના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેમ દુ:ખના ડુંગરો તૂટી પડ્યા છે. હાલ પરિવાર સહિત આસપાસના લોકોમાં શોકની લાગ્ણી વ્યાપી ગઇ છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં વડોદરાનો એક જવાન શહીદ થયો છે. તેનું નામ આરીફ મહોમ્મદ સફી પઠાણ છે. તેમના વિશે મળતી માહિતી પ્રમાણે, શહીદ થયેલો જવાન વડોદરાના નવાયાર્ડ ડી કેબિન પાસે ઘણા સમયથી રહેતા હતા, અને તેઓ ભારતીય સેનામાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન