Video: jamnagar 2300 rajput women world record playing sword dance
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈતિહાસમાં લખાશે તલવાર નચાવતી ગુજરાતની 2300 રાજપૂત વિરાંગનાઓનું શોર્ય, જુઓ ફુલ VIDEO

ઈતિહાસમાં લખાશે તલવાર નચાવતી ગુજરાતની 2300 રાજપૂત વિરાંગનાઓનું શોર્ય, જુઓ ફુલ VIDEO

 | 12:53 pm IST

સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ તરીકે જેની ગણના કરવામાં આવે છે તે ભૂચરમોરી યુદ્ધનો વી.સ.1648માં શ્રાવણ વદ સાતમના દિવસે અંત આવ્યો હતો. આ યુદ્ધમાં 30 હજારથી વધુ યોદ્ધાઓએ શહીદી વ્હોરી હતી આ વીર યોદ્ધામાં વીર યોદ્ધા એવા શહીદ ભાણજીદલ જાડેજાની પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું હતું.

જામનગર જીલ્લામાં ધ્રોલ નજીક આવેલા ભુચરમોરીના મેદાનમાં નવાનગર રાજ્યના રાજવી જામ સાહેબ અને મોગલોની સેના વચ્ચે રાજપુતોના આશરાધર્મની રક્ષાકાજે ખેલાયેલા યુધ્ધમાં વીરગતિ પામનાર યોધ્ધાઓને છાજે તેવી વીરાંજલી આપવા સાથે સાથે વર્લ્ડ રેકર્ડ કરવા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા એક સાથે 2300 રાજપૂત બહેનોનો તલવાર રાસ 23મી ઓગસ્ટે શ્રાવણવદ સાતમના રોજ સવારે 11 વાગ્યે ભુચરમોરીના મેદાનમાં થયું હતું અને શહિદોને વિરાંજલી પાઠવી હતી.

બહેનોના તલવાર રાસ અને તે સાથે કોરીયોગ્રાફી માટે સંસ્થાના પ્રદેશ મંત્રી જયદેવસિંહ ગોહિલ, જામનગરના જે.સી.જાડેજા તેમજ મહિલા પાંખના હોદેદારો દ્વારા કચ્છના ભુજ, મુંદ્રા, મોરબી, ઝાલાવાડ, જામનગર, રાજકોટ, અમદાવાદ, બરોડા, નવસારી સુધી ચુસ્ત ટાઈમ ટેબલ સાથે પ્રેકટીસ કાર્યક્રમોની છેલ્લા એક માસથી શ્રુંખલા રચવામાં આવી હતી. જે અંતર્ગત તલવાર બાજી સાથેના નૃત્યના સ્ટેપમાં 2300 બહેનો પારંગત થઈ હતી.

શહેરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મેદાનમાં તેમજ વિવિધ જીલ્લા મથકોએ ફાઈનલ રીહર્સલ કરવામાં આવ્યા બાદ મુખ્ય કાર્યક્રમ ભુચરમોરીના મેદાન ખાતે યોજાશે. ઈ.સ. ૧પ૯૧માં એટલે કે, ૪ર૮ વર્ષ પહેલા આ ભુચરમોરીનું યુધ્ધ મોગલોથી ભાગેલા અમદાવાદના બાદશાહ મુઝફફરને જામનગરે આશરો આપ્યો તેને કારણે મોગલો સાથે લડાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન