Jamnagar 3 family member Consume Poison
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગર: પીપળીમાં પાડોશીના ત્રાસથી પિતાએ બે પુત્રીઓ સાથે ફિનાઈલ ગટગટાવ્યું

જામનગર: પીપળીમાં પાડોશીના ત્રાસથી પિતાએ બે પુત્રીઓ સાથે ફિનાઈલ ગટગટાવ્યું

 | 6:36 pm IST
  • Share

જામનગરના લાલપુર તાલુકાના પીપળી ગામમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પાડોશીના ત્રાસથી સામુહિક આપઘાતનો પ્રયત્ન કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ પિતા અને બે પુત્રીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામે રહેતા નાનજીભાઈ મૂળજી મકવાણા (ઉ.49)એ પોતાની બે પુત્રી ભારતી અને અંજના સાથે ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાની કોશિશ કરતાં તેઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતાં લાલપુર પોલીસ સ્ટેશનનો કાફલો જીજી હોસ્પિટલ પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, નાનજીભાઈએ તેમની પાડોશમાં રહેતા હમીરના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હતું. હાલ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો