સગી દીકરીને દેહ વ્યાપારમાં ધકેલનાર માતાને કોર્ટે આપી આકરી સજા, 6ને આજીવન કેદ

જામનગરમાં વર્ષ 2016ની સાલમાં નોંધાયેલા એક સગીરા દ્વારા પોતાની માતા અને બહેન સામે ધરાર વેશ્યાવૃત્તિમાં ધકેલવા અંગે તેમજ અન્ય શખ્સો સામે નોંધાવવામાં આવેલી બળાત્કારની ફરિયાદનો કેસ ચાલી જતાં પોક્સોની ખાસ અદાલતે તમામ આરોપીઓને દોષિત ઠેરવી કેસનો આજે ચુકાદો આવ્યો છે.
સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસની ફરિયાદની વિગતો મુજબ એક પંદર વર્ષિય સગીરાએ પોતાની માતા રૂકસાનાબેન અને બહેન મુસ્કાન દ્વારા તેને ધરાર વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અને રણજીતસિંહ જાડેજા, બશીર હસનભાઈ, વિનોદ ઉર્ફે ભુરો હિરાભાઈ, કિરણભાઈ જેરામભાઈ, અકબરગુલામ બદરમીંયા, ભાવેશ સાયાણી સામે બળાત્કારના આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓ સામે તે મુજબ ગુનો નોંધી આરોપીઓની જે તે વખતે ધરપકડ કરીને અદાલતમાં ચાર્જશીટ મુકેલું.
આ કેસ અત્રેની પ્રોટેક્શન ઓફ ચીલ્ડ્રન અગેઇન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોક્સો) અદાલતમાં ચાલી જતાં અદાલતે દસ્તાવેજી પુરાવા, ડોક્ટરની જુબાની, ફરિયાદી સગીરાએ અદાલતમાં આપેલા બયાન તેમજ સરકારી વકીલ કોમલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો ગ્રાહ્ય ગણીને બંન્ને પક્ષોની રજુઆતો સાંભળ્યા બાદ આજે વિવિધ કલમો હેઠળ આરોપીઓને તકસીરવાન ઠેરવવા કાર્યવાહી કર્યા બાદ સજા જાહેર કરી હતી.
આ મામલે જામનગરમાં સગીરાને દેહ વ્યાપારમાં ધકેલનારા 6 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે. તો ત્યાં જ સગીરાની માતા અને પાડોશી મહિલાને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન