Jamnagar Heavy To Heavy Rainy weather in district, wherever you look, there is only water
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગર જિલ્લામાં વરસાદી કહેર, જ્યાં નજર નાંખો ત્યાં પાણી જ પાણી, અનેક ગામો સંપર્ક વિહોણા

જામનગર જિલ્લામાં વરસાદી કહેર, જ્યાં નજર નાંખો ત્યાં પાણી જ પાણી, અનેક ગામો સંપર્ક વિહોણા

 | 11:52 am IST
  • Share

જામનગરમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. જામનગરના ગામડાઓ બેટમાં ફેરવાય ગયા છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં બે દિવસથી ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે જે હવે આફત બન્યો છે. જામનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે.

આલિયા ગામ ફેરવાયુ બેટમાં

જામનગરનું 2500ની વસ્તી ધરવતુ આલિયા ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાય ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગામની રૂપારેલ નદીમાં જળસ્તર વઘતા પાણી ગામમાં ઘુસી આવતા ગ્રામજનો જીવ બચાવા ઘાબા પર ચડી ગયા હતા. જો કે રેસ્કયુ ટીમ દ્વારા ગામમાં ફસાયેલા 25 લોકોનું રેક્સ્યું કરાયું છે.

જામનગરમાં વરસાદની સ્થિતિ વિશે વાત કરતાં આલિયાબાડા ખાતે આવેલી દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલયના આચાર્ય ડો. રૂપલ માંકડે જણાવ્યું હતું કે, ‘આલિયા અને બાડા એમ બન્ને ગામોની વચ્ચેથી નદી વહે છે જેમાં વરસાદના કારણે પાણીનો ખુબ જ વધારો થયો છે. જેના કારણે નદીના પાણી બન્ને ગામોમાં ફરી વળ્યા છે. અત્યારે અહીં NDRFની બચાવ ટૂકડીઓ આવી ગઈ છે અને લોકોને સલામત સ્થળે ખસેડી રહી છે. જાનમાલના નુકસાનની કોઈ વિગતો હાલમાં નથી.’

ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયા

સંપર્ક વિહોણું ખીમરાણા

તો બીજી બાજુ જામનગરનુ ખીમરાણા ગામ પણ બેટમાં ફેરવાયુ છે. ભારે વરસાદના પગલે ગામમાં પાણી ભરાતા ઘરની અગાશી પર આશરો લેવા માટે લોકો મજબૂર બન્યા છે આ સાથે જ રસ્તાઓ પર પાણી ફરી વળતા હાલ ખીમરાણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે.

કાલાવડમાં 10 ઈંચ વરસાદ

કાલાવડ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે આખી રાત મેઘરાજા મન મૂકીને વરસ્યો છે. આમ અત્યાર સુધી કાલાવડમાં 7થી 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને નદી નાળા છલકાયા છે. કાલાવડ તાલુકામાં આવેલ ઉંડ ડેમ, વોડિ સાંગ ડેમ, ફુલઝર નદી, બલંભળી ડેમ, નિકાવા ગામે આવેલ ખારાનો ડેમ સહિત તમામ ડેમ ઓવરફ્લો થયા છે. બીજી બાજુ વિજરખી ડેમ ઓવરફ્લો થતા જામનગર કાલાવડ હાઈવે પણ બંધ થયો છે.

ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ

જામનગર-રાજકોટ હાઈવે બંધ

જામનગર-રાજકોટ હાઈવે બંધ થઈ ગયો છે અને ધુવાવ ગામમાં રૂપારેલ નદીના પાણી ઘૂસી ગયા છે. બીજી બાજુ જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા પાણી નગુણા ગામમાં ઘૂસી ગયા છે. જામનગર હાઇ-વે પર આવેલા કારના શો-રૂમમાં પાણી ભરાતા શો-રૂમમા રહેલી અનેક કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

નદીઓ ગાંડીતૂર

ધ્રોલમાં સાડા 6 ઈંચ વરસાદ વરસતા તાલુકાની તમામ નદીઓ ગાંડીતુર બની છે અને જામનગરને પીવાના પાણી પુરુ પાડતો ઉંડ 1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી 17 પાટીયા 15 ફુટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે. જેથી આસપાસના ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Jamnagar heavy rain many villages turn island 8 inch rain in kalavad – News18 Gujarati

જામનગર જિલ્લાના તમામ ડેમ અને નદીનાળા ઓવરફ્લો થયા છે મોટાભાગના ગામમા પાણીનુ સામ્રાજ્ય છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે ઉતારવામાં આવી છે એટલું જ નહી લોકોના રેસ્ક્યુ માટે હેલિકોપ્ટરની મદદ પણ લેવાઈ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો