jamnagar in husband-cut-off-his-wife-nose-a-knife
  • Home
  • Featured
  • જામનગર: પતિને નોનવેજ ન આપતા પત્નીનું નાક છરીથી વાઢ્યું

જામનગર: પતિને નોનવેજ ન આપતા પત્નીનું નાક છરીથી વાઢ્યું

 | 11:19 am IST

નિકાવામાં પ્રૌઢ પતિએ પત્નિ ઉપર શંકા-કુશંકાઓ કરીને ગઈકાલે સાંજે જમવા બાબતે પત્નિ સાથે ઝગડો કરીને છરીથી પત્નીનું નાક કાપીને ફરાર થઈ ગયો હતો. આ બનાવથી નિકાવામાં સારી એવી ચકચાર જાગી છે.

નિકાવા ગામમાં, નદીના સામે કાંઠે રહેતાં લક્ષ્મણભાઈ પુનાભાઈ વાજલીયા (ઉ.વ.પ૦) નામના પ્રૌઢ પોતાની પત્ની જસુબેનની ચારિત્ર્ય પર શંકા-કુશંકાઓ કરતો હતો. તે દરમ્યાન શનિવારની સાંજે પત્નીએ જમવામાં રીંગણા-બટેકાનું શાક બનાવ્યું હતું. જેથી આરોપી પતિને તે શાક જમવું ન હતું અને તેને મટન(નોનવેજ) ખાવું હતું. જેથી પત્ની સાથે ઝગડો કર્યો હતો અને નોનવેજ ગમે ત્યાંથી લઈ આવે તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યો હતો.

પત્ની જસુબેનને ઢીકાપાટુનો માર મારીને છરી વડે નાક કાપી નાંખીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પત્ની બુમો પાડવા લાગતાં તેની જ જ્ઞાતિના લોકો એકઠા થઈ ગયા હતાં અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં જસુબેને પોલીસમાં પતિ લક્ષ્મણ સામે ફરીયાદ નોંધાવી છે. જે ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પીએસઆઈ ડી.પી.ચુડાસમાએ તપાસ આરંભી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.