Jamnagar In there is a commotion among the mixed traders: the slap of the health team
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જામનગરમાં ભેળસેળીયા વેપારીઓ ચેતી જજો: આરોગ્ય ટીમનો સપાટો

જામનગરમાં ભેળસેળીયા વેપારીઓ ચેતી જજો: આરોગ્ય ટીમનો સપાટો

 | 4:06 pm IST
  • Share

  • મીઠાઇ અને ફરસાણના 60થી વધારે સ્થળ પર સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા

  • દુકાનોમાંથી ફાફડા, જલેબી અને મીઠાઈના નમૂના લઈ વડોદરા લેબોલેટરી મોકલવામાં આવ્યા

  • મીઠાઈ કે ફરસાણમાં કોઈ અખાદ્ય રંગ-કે કેમિકલનો ઉપયોગ થયો છે કે કેમ તેના માટે તપાસ

     

જામનગરમાં કોર્પોરેશની આરોગ્ય ટીમ દ્વારા મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું છે. બે દિવસમાં મીઠાઇ અને ફરસાણના 60થી વધારે સ્થળ પર સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે. મીઠાઈ કે ફરસાણમાં કોઈ અખાદ્ય રંગ-કે કેમિકલનો ઉપયોગ થયો છે કે કેમ તેના માટે કોર્પોરેશન દ્વારા એક કીટ સાથે રાખી ચેકીંગ અને સર્વેલન્સ નમુનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવમાં આવશે. ચેકીંગની કામગીરીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, જામનગરમાં કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે તહેવારોને ધ્યાને રાખી શહેરમાં મીઠાઈ-ફરસાણના વિક્રેતાઓને ત્યાં ફૂડના નમૂના લઇ ચેકિંગની કામગીરી હાથ ધરી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી મીઠાઈ અને ફરસાણની દુકાનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં મીઠાઈ અને ફરસાણના 60થી વધારે સ્થળ પર જઈ સર્વેલન્સ સેમ્પલ લેવામાં આવ્યા છે.

જામનગર શહેરમાં દશેરાના તહેવાર પહેલા જ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં ત્રાટકી હતી અને નમૂનાઓ લીધા હતા. આરોગ્ય વિભાગની ટીમે હાલ બે દિવસમાં 60થી વધારે દુકાનોમાં ચેકીંગ હાથ ધર્યું છે, તેમાંથી અમુક જગ્યાએ દુકાનોમાંથી ફાફડા, જલેબી અને મીઠાઈના નમૂના લઈ વડોદરા લેબોલેટરી મોકલવામાં આવ્યા છે. હાલ મીઠાઈ કે ફરસાણમાં કોઈ અખાદ્ય રંગ-કે કેમિકલનો ઉપયોગ થયો છે કે કેમ તેના માટે કોર્પોરેશન દ્વારા એક કીટ સાથે રાખી ચેકીંગ અને સર્વેલન્સ નમુનાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવમાં આવશે.જો કે ચેકીંગની કામગીરીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો