Jamnagar In Train Hit Car in Jamnagar 3 Car Passenger Injured
  • Home
  • Videos
  • Featured Videos
  • દેવભુમિ દ્વારકામાં અકસ્માતનો જબરદસ્ત Video વાયરલ, સાબરમતી એક્સપ્રેસે કારને અડધો કિ.મી ઢસડી પછી….

દેવભુમિ દ્વારકામાં અકસ્માતનો જબરદસ્ત Video વાયરલ, સાબરમતી એક્સપ્રેસે કારને અડધો કિ.મી ઢસડી પછી….

 | 6:39 pm IST

રવિવારનો દિવસ અકસ્માતની વણઝાર જોવા મળી હતી. વહેલી સવારે લીંબડી અમદાવાદ હાઈવે પર બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ આઠ લોકોના મોત નિપજ્યા છે. તો બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. દેવભુમિ દ્વારકા જિલ્લામાં માનવ રહિત ફાટક પરથી પસાર થઇ રહેલી કાર એકસપ્રેસ સાથે અથડાતાં કારમાં સવાર પાંચ લોકોને ઇજા પહોંચી હતી. જેમાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દ્વારકાના મીઠોઈ નજીકથી સાબરમતી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. ત્યારે મીઠોઈ પાસે ખુલ્લો ફાટક આવેલો છે. ખુલ્લા ફાટક પાસે મોટરકાર હતી. ત્યારે ટ્રેનની અડફેટે મોટરકાર 50 મીટર સુધી ધસડાઈ હતી. આ આ અકસ્માત નજરે જોનારા લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘડીભરમાં શું થઈ રહ્યું છે તે લોકો સમજી શક્યા ન હતા. કારમાં સવાર ત્રણ લોકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બન્યા હતા. સારવાર માટે તમામને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું મિઠાઇ ગામ પાસે એક ફાટક માનવ રહિત હોવાથી વાહનચાલકોએ રેલવે ટ્રેક પરથી કોઇ ટ્રેન પસાર થાય છે કે નહિ તે જોવાનું રહે છે. આ માનવ રહિત ફાટક પાસેથી પસાર થતી એક ક્રિએટા કારનો ચાલક રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રેનની બ્રેક વાગે તે પહેલાં એન્જીન સાથે કાર અડધો કિલોમીટર સુધી ઢસડાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઇજા થઈ છે. જેમાંથી 1નું જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. અન્ય ત્રણ લોકોને જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન