Jamnagar: Moraribapu Katha Start In says of Nlkanthvarn
  • Home
  • Featured
  • ધાર્મિક વિવાદ વચ્ચે મોરારિબાપુએ કરી ટકોર, કહ્યું- ‘કેટલાક લોકો વ્યાસપીઠ પર આવેલા..!!

ધાર્મિક વિવાદ વચ્ચે મોરારિબાપુએ કરી ટકોર, કહ્યું- ‘કેટલાક લોકો વ્યાસપીઠ પર આવેલા..!!

 | 2:29 pm IST

નીલકંઠ ઉપર અભિષેકના મામલે ટિપ્પણીથી સર્જાયેલા વિવાદ બાદ આજે જામનગરમા શરૂ થયેલી રામકથાના પ્રારંભે મોરારીબાપૂએ જાહેર ક્ષમાપના વ્યક્ત કરી હતી. જો કે આ કથાનું નામ જ માનસક્ષમા હોઈ અને ક્ષમાપના પર્વનો સમય હોઈ બાપૂ એ સ્પષ્ટ સંદર્ભ વિના ક્ષમા વિષે ચિંતન વ્યક્ત કર્યુ હોઈ હજૂ આ વિવાદ શમશે કે કેમ તે સવાલ છે.

શિવ ઉપર જ અભિષેક થાય અને લાડુડી ખાઈ ને નીલકંઠ ન થવાય તે પ્રકારની ટિપ્પણી બાદ બોચાસણવાસી અક્ષર પુરૂષોતમ સંપ્રદાય દ્વારા આલોચના કરી મોરારીબાપૂ માફી માંગે તેવી માંગણી કરવામા આવી હતી. બીજી તરફ સનાતન ધર્મના ઘણા સંતો-સંસ્થાઓએ પણ પોત પોતાના મંતવ્યો રજૂ કરતા વિવાદ બે વિભાગોમા વહેચાઈ ગયો હતો.

દરમિયાન આજે જામનગરમા ‘માનક્ષસમા રામકથા’ના પ્રારંભે મોરારીબાપૂએ કહયું હતું કે ક્ષમા વીરોનું ભૂષણ છે, કાયરો કદિ ક્ષમા માંગતા નથી કે આપતા પણ નથી, કોઈનું દિલ દુભાયુ હોય તો ક્ષમા માંગવી એ વીરતા છે, અહીં તો કથાનું નામ જ માનક્ષસમા છે.

તેમણે એક અનુભવ વર્ણવતા કહયું કે વ્યાસપીઠ ઉપર અગાઉ કેટલાક લોકો આવી ચડેલા…. પરંતુ બાદમા તેમને સત્ય સમજાતા ક્ષમા માંગેલી, મારો સ્વભાવ ક્ષમા આપી દેવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરારીબાપૂએ આ કથામા ક્યાયે તાજેતરના વિવાદનો ઉલ્લેખ કર્યો નથી. આમ છતા ક્ષમા દર્શાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં રામકથાકાર મોરારીબાપુએ નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર અને જે ઝેર પીવે એ જ નીલકંઠ અને બાકી લાડુડી ખાય તે નકલી નીલકંઠ એવી ઠેકડી ઉડાડતી ટિપ્પણી કરતાં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આમાં બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાએ પણ જોડાઈ વિરોધ કર્યો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન