જામનગર: જનેતા બની ક્રુર, નવજાત શિશુને રીક્ષામાં છોડીને પલાયન - Sandesh
NIFTY 10,807.35 -10.35  |  SENSEX 35,596.74 +-25.40  |  USD 68.0500 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જામનગર: જનેતા બની ક્રુર, નવજાત શિશુને રીક્ષામાં છોડીને પલાયન

જામનગર: જનેતા બની ક્રુર, નવજાત શિશુને રીક્ષામાં છોડીને પલાયન

 | 11:14 am IST

જામનગરના કાલાવડનાકા બહાર મોટાપીરના ચોકમાં રાખવામાં આવેલા રીક્ષામાં સમીસાંજે જ કોઈ અજાણી સ્ત્રી પોતાનું પાપ છુપાવવા માટે નવજાત શિશુને રીક્ષામાં છોડીને પલાયન થઈ ગઈ હતી. આ અંગેની રીક્ષા ચાલકે પોલીસને જાણ કરતાં પોલીસે બાળકનો કબ્જો લઈને હોસ્પિટલમાં ખસેડીને અજાણી સ્ત્રી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગરમાં છેલ્લા એક પખવાડીયામાં કોઈ જનેતા ક્રુર બની રહી હોય તેમ બાળકોને જન્મ આપીને તરછોડી દિધાના ત્રણ બનાવમાં પ્રકાશમાં આવતાં લોકોમાં ચકચાર જાગી છે. ત્યારે ગઈકાલે સાંજે શહેરના કાલાવડ નાકા બહાર મોટાપીરના ચોકમાં પાર્ક કરાયેલા રીક્ષામાં કોઈ સ્ત્રી નવજાત બાળક(બાબો)ને મુકીને નાશી છુટી હતી. જ્યારે રીક્ષા ચાલક જાવીદખાન અનવરખાન પઠાણ(ઉ.વ.ર૩) (રે.કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે, મોટાપીર)વાળાને જાણ થતાં તેઓએ સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

આ બનાવની જાણ થતાં જ પીએસઆઈ વાય.એસ.ગામીત તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તાત્કાલીક બાળક(બાબા)ને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક જાવીદખાનના નિવેદનના આધારે અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકને રીક્ષામાં ત્યજી દીધાની ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે.