કેશ ન મળતા બનાસકાંઠામાં બેંક પર પથ્થરમારો, જામનગર હાઇવે ચક્કાજામ - Sandesh
  • Home
  • Gujarat
  • કેશ ન મળતા બનાસકાંઠામાં બેંક પર પથ્થરમારો, જામનગર હાઇવે ચક્કાજામ

કેશ ન મળતા બનાસકાંઠામાં બેંક પર પથ્થરમારો, જામનગર હાઇવે ચક્કાજામ

 | 1:09 pm IST

નોટબંધીના બે મહિના થવા આવ્યા છે ત્યારે રોકડની અછત ચાલુ રહેતા લોકોમાં રો બહાર આવ્યો છે. શનિવારે પોરબંદર, જામનગર તેમજ બનાસકાંઠા, જામનગર જિલ્લામાં બેંકમાંથી પૈસા ન મળતા ઉગ્ર દેખાવો કર્યા છે. લોકોએ જામનગર-રાજકોટ હાઇવે ચક્કાજામ કર્યો છે. જ્યારે પોરબંદરના મોઢવાડા ગામે કેશ ન મળતાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બેંકને તાળા મારી દીધા હતા. જોકે, પોલીસે કેટલાક લોકોની અટકાયત કરતા ગ્રામજનોએ ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી બેંકની બહાર બેસીને રામધૂન શરૂ કરી દીધી હતી. જ્યારે બનાસકાંઠામાં કેશ ન મળતા ઉશ્કેરાયેલા લોકોએ બેંક ઉપર પથ્થરમારો કર્યો હતો. જ્યારે પોલીસે લાઠીચાર્જ કરી ટોળાંને વિખેરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

dhrol

16 ગામના 600થી વધુ લોકોએ કર્યો ચક્કાજામ
જામનગર-રાજકોટ હાઇવે ઉપર ખારવા ચોકરડી પાસે બેંકોમાંથી પૂરતા નાણા ન મળતા લોકોએ ચક્કાજામ કર્યો છે. વધુ મળતી માહિતી પ્રમાણે 16 ગામના આશરે 600થી વધારે લોકોએ હાઇવે ઉપર ઉતરી આવીને વાહનો રોક્યા હતા.

dhrol-chakkajam

મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી
નોટબંધીના પગલે લોકો પાસે પોતાના પૈસા હોવા છતાં બેંકમાંથી પૈસા ન મળવાથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. જામનગર જિલ્લાના 16 ગામના લોકોએ આખરે નોટબંધીથી કંટાળીને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. 600થી વધારે લોકોના ટોળાએ જામનગર હાઇવે ચક્કાજામ કર્યો હોવાની ઘટના મળતા જ સ્થાનિક મામલદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

ઉત્તરાણ બાદ ફરી મેરેજ સિઝન નીકળતા કેશની ડિમાન્ડ વધી
ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સ્થિતિ લગભગ સામાન્ય બની ગઈ છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને હજી કેશ માટે હાડમારી ભોગવવી પડી છે. ખેડૂતો ખેતી માટે રોકડા પૈસા ઉપાડવા માટે બેંકોના ધક્કા ખાઈ રહ્યા છે. પરંતુ તેમને કેશ નથી મળતી. બીજી તરફ ઉત્તરાણ બાદ ફરી મેરેજ સિઝન શરૂ થઈ રહી છે ત્યારે કેશની ડિમાન્ડ પણ વધી રહી છે. હજી કેશ ઉપાડવા લગાવાયેલી પાબંધીઓ ન હટવાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. સત્તાપક્ષના નેતાઓએ દત્તક લીધેલા ગામોની પણ સ્થિતિ દયનીય છે.

ગ્રામીણ વિસ્તારોમાં વધારે દયનીય સ્થિતિ
રાજ્યની કેટલીક ડેરીઓએ દૂધ જમા કરાવનારા પશુપાલનકોને આપવાના થતાં નાણાં સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું છે પરંતુ સ્થિતિ એ છે કે લોકોના એકાઉન્ટમાં પૈસા તો જમા થાય છે પરંતુ પૈસા ઉપાડી શકાતા નથી. જેના કારણે ગ્રામીણ અર્થતંત્ર ઉપર પણ ગંભીર અસર પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન