જામનગર: કૃષિ મંત્રીએ ઉનાળામાં લોકોને પાણી શિસ્તમાં વાપરવા કર્યુ સૂચન - Sandesh
  • Home
  • Gujarat
  • જામનગર: કૃષિ મંત્રીએ ઉનાળામાં લોકોને પાણી શિસ્તમાં વાપરવા કર્યુ સૂચન

જામનગર: કૃષિ મંત્રીએ ઉનાળામાં લોકોને પાણી શિસ્તમાં વાપરવા કર્યુ સૂચન

 | 10:13 pm IST

જામનગરના ધારાસભ્ય અને હાલના રાજ્યના કૃષિ મંત્રી આર.સી ફળદુ આજ રોજ જામનગર આવ્યા હતા અને તેમને આગામી ઉનાળામાં લોકોને પાણી શિસ્ત પ્રમાણે વાપરવું તેવું સૂચન કર્યું હતું. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, નર્મદાનો સ્ત્રાવ ક્ષેત્ર એટલે મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ વર્ષે વરસાદ ઓછો થયો છે જેના કારણે દર વર્ષની માફક ડેમમાં 45 % પાણીની ઘટ્ટ છે. દરમિયાન આપણી નર્મદા અને સિંચાઈ યોજના છે ખેતીવાડી અને પિયત માટે રવિપાક માટે ક્યાંય ખેડૂતોને પાણીની ચિતા કે વિચારવાની જરૂર નથી આ માટે જળસંપત્તિ અને નર્મદામાંથી સારું આયોજન કરવામાં આવ્યું હતું.

કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આપણે નર્મદા આધારિત રહ્યા છીએ સરકાર પીવાના પાણી માટે કટ્ટીબંધ છે. સામાન્ય રીતે નર્મદામાંથી 25 થી 30 મિલિયન એકર ફિટ પાણી આવતું હોય છે. આ વખતે દુર્ભાગ્યવશ મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાને કારણે 14.6 મિલિયન એકર પાણી આવ્યું છે. તેમાંથી ગુજરાતને 4.71 મિલિયન એકર ફિટ પાણી વાપરવા માટેની નર્મદા કંટ્રોલ ઓથોરિટી વ્યવસ્થા પ્રમાણે પાણી મળ્યું છે. જેમાં આજની તારીખે 4.70 થી 3.71 મિલિયન એકર ફિટ પાણી આપણે વાપરી ચુક્યા છીએ માટે આ ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાતના સર્વે નાગરિકોને મારી પ્રાર્થના છે કે, પાણીનો સુંદર અને સુચારુ રીતે ઉપયોગ કરવો જોઇએ. આગામી જુલાઈ માસ સુધી નર્મદા અને સ્થાનિક લોકલ ડેમમાંથી પાણી લોકો સુધી યોગ્ય રીતે પહોંચે. હાલ લોકોને ચિતા કરવાની જરૂર નથી પરંતુ જે પાણીનો જથ્થો છે તે પ્રયાપ્ત છે.

જામનગરમાં પાણી માટે દૈનિક 106 એમ.એલ.ડી પાણી આવે છે તેમાંથી 9 એમ.એલ.સી. પાણી નર્મદા માંથી આવે છે આગામી માર્ચ મહિનામાં આજી-3માં જે દરવાજા રિપેર કરવાના હતા તે જૂન-જુલાઈમાં થશે ત્યાં સુધીમાં ડેમનું પાણી જામનગરને વાપરવા મળશે. કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાં વાપરવામાં લોકો શિસ્ત જાળવીએ છીએ તેમ પાણીની ઉપ્લબ્ધીને ધ્યાને રાખી તેને વાપરવું જોઈએ આગામી ઉનાળામાં ખેડૂતોએ તેમના ઉનાળુ વાવેતર માટે યોગ્ય રીતે પાણી વાપરે તેવી તેમણે લોકોને અરજ કરી હતી.