jamnagar-regional-mla-vallabh-dharaviya-may-be-resign-from-congress
  • Home
  • Featured
  • કોંગ્રેસને ‘ઝાટકા પર ઝટકા’, વલ્લભ ધારવિયાએ રાજીનામા બાદ ધારણ કર્યો કેસરિયો

કોંગ્રેસને ‘ઝાટકા પર ઝટકા’, વલ્લભ ધારવિયાએ રાજીનામા બાદ ધારણ કર્યો કેસરિયો

 | 1:42 pm IST

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસમાં એક પછી એક દિગ્ગજ નેતાઓ અસંતોષના કારણે ભાજપમાં જોડાઇ રહ્યા છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. ત્યારબાદ તેઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. વલ્લભ ધારવિયાને આવકારવા માટે જીતું વાધાણી, પ્રદિપસિંહ જાડેજા સહિતના અનેક નેતાઓ હાજર રહીને તેમના કેસરિયો ધારણ કરાવ્યો હતો.

ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામુ સોપ્યું હતું. અને હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. સવારે ભાજપમાં જોડાવવાની વાત વચ્ચે તેમને પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

જામનગરમાં રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. મહત્વનું છે કે CWCની બેઠક માટે દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત પહોંચી રહ્યા છે ત્યારે જ પક્ષને વધુ એક ઝટકો લાગ્યો છે. આ પહેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચુક્યા છે.

લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે ત્યારે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન