Jamnagar's two girls will play cricket in the Bangladesh league
  • Home
  • Featured
  • જામનગરની બે યુવતીઓએ ગુજરાતનું નામ કર્યું રોશન, બાંગ્લાદેશમાં કરશે આ પરાક્રમ

જામનગરની બે યુવતીઓએ ગુજરાતનું નામ કર્યું રોશન, બાંગ્લાદેશમાં કરશે આ પરાક્રમ

 | 8:20 am IST

જામનગરઃ જામનગર શહેરનો ક્રિકેટ સાથે જામ રણજીતસિંહજીના સમયથી અતુટ નાતો રહ્યો છે. પાછલા વર્ષોમાં જામનગરે દુલીપસિંહ, અજીતસિંહજી, વિનુ માંકડ, સલીમ દુરાની, અજય જાડેજા અને છેલ્લે રવિન્દ્ર જાડેજા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને આપ્યા છે.

આ વારસો જાણે મહિલા ક્રિકેટરોને આગળ વધારવો હોય તેમ જામનગરની બે યુવા મહિલા ક્રિકેટરો બીસીસીઆઈ દ્વારા ગઈકાલથી બાંગ્લાદેશમાં શરૂ થયેલી બીપીએલ સીરીઝમાં રમવા ઢાકા પહોંચી ગઈ છે.

જામનગરના ક્રિકેટર લીતેશ રૂપારેલની સ્પોર્ટસ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ભણતી વિકેટ કીપર અને બેટસવુમન તરીકે ગુજરાતમાં સારૂ પ્રદર્શન કરનારી પુત્રી રીધ્ધી રૂપારેલને તેમજ જામનગરની નેહા ચાવડા નામની યુવા ખેલાડીને બીસીસીઆઈ દ્વારા પસંદ કરીને બાંગ્લાદેશમાં ચાલુ થયેલી બાંગ્લાદેશ પ્રીમીયર લીંગની મેચ માટે ઢાકા ખાતે રમવા મોકલવામાં આવ્યા છે.

જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસો.ના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, રીધ્ધી સારી વિકેટ કિપર અને બેટધર છે અને નેહા ચાવડા લેફટ આર્મ લેગ સ્પીનર બોલર છે. તેણીએ પણ ગુજરાતમાં અગાઉ પોતાના કાંડાની કમાલ દેખાડી છે.

જામનગરની બે યુવા ક્રિકેટર મહિલા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયેલા ટી-ર૦ના આયોજનમાં રમવા ગઈ તેવું પ્રથમ વખત બન્યું છે. જે જામનગર માટે ગૌરવની વાત છે. બીપીએલમાં ભારતની પાંચ યુવા મહિલા ક્રિકેટરોને સ્થાન મળ્યું છે. જેમાં બે વિદર્ભની, એક મુંબઈની અને ગુજરાતમાંથી બે ખેલાડીઓ જામનગરની છે. આગામી તા.રપ સુધી તેઓ બાંગ્લાદેશમાં ચાલનારી ટુર્નામેન્ટમાં રમીને પરત ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન