Janhvi Kapoor Again Trolled By Users for Her Clothes
  • Home
  • Featured
  • Photos: જ્હાન્વી કપૂરે એવા કપડા પહેર્યા કે યૂઝર્સે લખ્યું, ‘કંઇક ભૂલી ગઈ છે?’

Photos: જ્હાન્વી કપૂરે એવા કપડા પહેર્યા કે યૂઝર્સે લખ્યું, ‘કંઇક ભૂલી ગઈ છે?’

 | 12:31 pm IST

ફિલ્મ ‘ધડક’થી બોલીવુડમાં ડેબ્યૂ કરનારી જ્હાન્વી કપૂર હવે પોતાની આગામી ફિલ્મની તૈયારીઓ કરી રહી છે. કેટલાક સમય પહેલા કરણ જોહરે પોતાની ફિલ્મ ‘તખ્ત’ની કાસ્ટની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂરને પણ લેવામાં આવી છે. તાજેતરમાં જ્હાન્વી એક ઇવેન્ટ દરમિયાન પિંક કલરનાં ટી-શર્ટમાં જોવા મળી હતી. તેની સાથે તેણે બ્લેક કલરનું શૉર્ટ્સ પહેર્યું હતુ. તેની સાથે જ્હાન્વીએ પોતાની ફેવરેટ પિંક કલરની સ્લિપર પહેરી હતી. જ્હાન્વીની આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતુ.

જ્હાન્વીનું શૉર્ટ્સ ઘણું જ નાનું હતુ જે ટી-શર્ટથી નીચે દેખાતુ પણ નહતુ. આ કારણે એક યૂઝરે લખ્યું કે, ‘ઓય…આ તો કંઇક ભૂલી ગઈ છે.’