Janhvi Kapoor Belly Dance Video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘અખ લડ જાવે’ પર જાહ્નવી કપૂરનો ડાન્સ જોઈ તમે પણ કહેશો Wah…જુઓ Video

‘અખ લડ જાવે’ પર જાહ્નવી કપૂરનો ડાન્સ જોઈ તમે પણ કહેશો Wah…જુઓ Video

 | 10:16 pm IST

ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી જાહ્નવી કપૂર તેની એક્ટિંગ અને ડાન્સ માટે ઘણી મહેનત કરે છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયોઝ ઇન્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી હોય છે. જ્યારે તાજેતરમાં જાહ્નવી કપૂરનો એક બેલી ડાન્સ વીડિયો ઘણો વાયરલ થયો છે.

આ વીડિયો જૂનો છે જેને જાહ્નવી કપૂરના એક ફેન્સ ક્લબે તેના ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં જાહ્નવી બેલી ડાન્સ કરતી નજરે આવી રહી છે. જેને ફેન્સ ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જાહ્નવી કપૂર ફિલ્મ ‘લવયાત્રી’ના એક ગીત ‘અખ લડ જાવે’ પર બેલી ડાન્સ કરી રહી છે. વીડિયોમાં જાહ્નવીના ડાન્સ મૂવને જોઈ લાગી રહ્યું છે કે તે પરફેક્ટ ડાન્સ માટે ઘણી મહેનત કરે છે. વર્કફ્રંટની વાત કરીએ તો જાહ્નવી જલ્દી ભારતીય વાયુ સેનાની પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં નજરે આવશે. ઉપરાંત જાહ્નવી ફિલ્મ ‘તખ્ત’માં પણ નજરે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન