janhvi kapoor birthday why did sridevi refuse her to appear in films
  • Home
  • Featured
  • Photos: શ્રીદેવીને કઈ વાતનો સતાવતો હતો ડર? કેમ નહોતા ઇચ્છતાં કે જ્હાન્વી ફિલ્મોમાં કામ કરે

Photos: શ્રીદેવીને કઈ વાતનો સતાવતો હતો ડર? કેમ નહોતા ઇચ્છતાં કે જ્હાન્વી ફિલ્મોમાં કામ કરે

 | 7:52 am IST

જ્હાન્વી કપૂર તેની માતા શ્રીદેવીની ખુબજ નજીક હતી. જ્હાન્વીની પહેલી ફિલ્મ ધડકના શૂટિંગમાં જ્હાન્વી વ્યસ્ત હતી ત્યારે દુબઈમાં શ્રીદેવીનું નિધન થયુ હતુ. જ્હાન્વી માટે આ આઘાત ખુબજ મુશ્કેલ હતો. આજે જ્હાન્વીનો જન્મદિવસ છે.

શ્રીદેવીના નિધન પછી જ્હાન્વી વોગ મેગેઝીનને એક ઇન્ટરવ્યૂ આપ્યુ હતુ. આ ઇન્ટરવ્યૂ કરણ જૌહરે લીધો હતો. આ દરમિયાન કરણે ખુલાસો કર્યો છે કે શ્રીદેવીએ ધડકનું 25 મિનિટનું ફુટેજ જોયુ હતુ. તેને જોઈને તેણે કેટલીક સુચનાઓ આપી હતી.

જ્હાન્વીએ કહ્યું કે માંએ મને પહેલી વખત જોઈ હતી. જ્હાન્વીએ કહ્યું કે મે લંડનમાં એક્ટીંગનો અભ્યાસ કર્યો હતો. મારી મમ્મી ત્યારે બોલી હતી કે મારા કમળને કીચડમાં છોડું છુ. માં નહોતી ઇચ્છતી કે ફિલ્મી દુનિયામાં આવુ. તેમને હંમેશા લાગતુ હતુ કે ખુબજ સેન્સેટિવ છુ અને ફિલ્મોમાં કામ નહી કરી શકુ.

જ્હાન્વીએ કહ્યું કે દુબઈ જતા પહેલા હું મા સાથે વધારે સમય પસાર ન કરી શકી. આખો દિવસ કામમાં હતો સાંજે તેમની સાથે મુલાકાત થઈ હતી. મમ્મી મારા માથે હાથ રાખીને સુવડાવતી હતી. મમ્મી લગ્નમાં વ્યસ્ત હતી આથી તે પોતાના રૂમમાં જઈને સુઈ ગઈ. માના ગયા પછી પરિવાર એક થઈને રહે છે પણ મમ્મીની કમી ક્યારેય કોઈ પુરી ન કરી શકે. જ્હાન્વી તેની માતાને ખુબજ યાદ કરતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન