Janhvi Kapoor Bridal Look With Manish Malhotra
  • Home
  • Featured
  • Photos: જ્હાન્વી કપૂર સ્વિટ્ઝરલેન્ડમાં બ્રાઇડલ લૂકમાં જોવા મળી, જોઈ લો બ્યૂટીફુલ તસવીરો

Photos: જ્હાન્વી કપૂર સ્વિટ્ઝરલેન્ડમાં બ્રાઇડલ લૂકમાં જોવા મળી, જોઈ લો બ્યૂટીફુલ તસવીરો

 | 1:34 pm IST

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ ‘તખ્ત’માં મહિલા એરફૉર્સ પાયલટનાં પાત્રમાં જ્હાન્વી કપૂર જોવા મળશે. જ્હાન્વી કપૂર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના લૂક અને સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ્હાન્વી પોતાના ફેવરેટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનાં કહેવા પર દુલ્હન બની હતી. સોશિયલ મીડિયા પર જ્હાન્વી દુલ્હનનાં કપડાઓમાં મનીષ મલ્હોત્રા સાથે જોવા મળી રહી છે.

બ્રાઇડલ લૂકમાં જ્હાન્વી ઘણી જ અલગ લાગી રહી છે. તેનો આ લૂક અને આઉટફિટ્સ પણ ઘણા જ ખાસ છે. જ્હાન્વી કપૂર ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે સ્વિટ્ઝરલેન્ડમાં છે. જ્યાં તેણે મનીષ મલ્હોત્રા સાથે ખાસ ફૉટોશૂટ કરાવ્યું છે. જ્હાન્વી મૉર્ડન અને ટ્રેડિશનલ બંનેમાં ઘણી જ સારી લાગી રહી છે.