janhvi kapoor Give uniqe reply to friend as she asks wanna have a kid
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાન્હવી કપૂરને લગ્ન વગર જ જોઈએ છે બાળક! સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ

જાન્હવી કપૂરને લગ્ન વગર જ જોઈએ છે બાળક! સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ

 | 7:38 pm IST

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારથી તે લાઈમ લાઈટમાં જ રહે છે. જાન્હવી કપૂરે 2018માં આવેલી ફિલ્મ ધડકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. ત્યારબાદથી જાન્હવીનું ફેન ફોલોઇંગ પણ ઘણું સારું છે. જાન્હવીનો સોશિયલ મીડિયા પણ તેના ફેન્સ સાથે વધારે ટચ છે.

View this post on Instagram

Here’s looking at you, kid

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જાન્હવી હંમેશાં તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ જાન્હવીએ જે તસવીર શેર કરી છે તે ચર્ચાનો વિષય બની છે. તસવીરના કારણે નહીં પણ એમાં આવેલી એક કોમેન્ટના કારણે તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

જાન્હવીએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં જાન્હવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ ફોટોએ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. જાન્હવીના ઘણા મિત્રો અને ફેન્સએ આ તસવીર પર કોમેન્ટ કરી છે.

આ તસવીર પર જાન્હવીના એક મિત્રે એવી કોમેન્ટ કરીને કોણ બાળક? તારે બાળક જોઈએ છે? ‘ મિત્રનો આ સવાલ વાંચીને જાન્હવી ચૂપ બેસી નહીં અને તરત જ જવાબ આપી સામેવાળાની બોલતી બંધ કરી દીધી. જાહન્વીએ તેના જવાબમાં ‘હા’ લખ્યું. સોશિયલ મીડિયા પર હવે બંનેની આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન