Jhanvi Kapoor gets trolled for holding book in this way
  • Home
  • Photo Gallery
  • બૂક લોન્ચિંગ વખતે જ્હાનવીથી થઈ મોટી ભૂલ, લોકોએ સંભળાવી ખરી-ખોટી, જુઓ PHOTOS

બૂક લોન્ચિંગ વખતે જ્હાનવીથી થઈ મોટી ભૂલ, લોકોએ સંભળાવી ખરી-ખોટી, જુઓ PHOTOS

 | 5:47 pm IST

જ્હાનવી કપૂર પોતાનાં ફોટૉને લઈને અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તેના સુંદર ફોટો વાયરલ થઈ રહ્યાં છે પરંતુ એક ભુલનાં કારણે લોકોએ તેને ટ્રોલ કરી છે અને અભિનેત્રીને લોકોની ખરી ખોટી સાંભળવાનો વારો આવ્યો છે.

હતું એવું કે જ્હાનવી કપૂર કોલિંગ સહમત બુકનાં લોન્ચિંગ ઈવેન્ટમાં ગઈ હતી. સફેદ રંગની સાડી પહેરીને અભિનેત્રી કાર્યક્રમમાં પહોંચી હતી. તેનો આ ટ્રેડિશનલ અવતાર ફેન્સને ગમે એવો હતો. પરંતુ જ્હાવનીની એક ભુલ થઈ ગઈ અને લોકોએ ઉધડો લઈ દીધો.

બુક લોન્ચિંગ વખતે જ્હાનવીએ બુક પકડીએ ભુલથી ઉંધી પકડાઈ ગઈ. આ જ કારણે લોકોએ તેને ટ્રોલ કરી છે. આ સાથે જ હીરોઈને એવી રીતે બુકને હાથમાં પકડી હતી કે બુકનું નામ જ નહોતું દેખાતું.

જ્હાનવીને ટ્રોલ કરતા એક વ્યક્તિએ લખ્યું કે, આ એવા સેલેબ્સ છે કે જેનાં સાથે આપણે એક સેલ્ફી લેવા માટે મરીએ છીએ. વાંચવાની વાત તો દુર પણ એને બુક સીધી પકડતાં પણ નથી આવડતી. આ તા સારૂ છે કે પ્રિયંકા ચોપરા અને સુષ્મિતા જેવા સેલેબ્સ પણ છે.

આ વીડિયો પણ જુઓ: લવ યુ ક્રિષ્ના લાઈવ ઈન કોન્સર્ટ અનુપ જલોટા સાથે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન