Janhvi Kapoor visits Golden Temple and relishes a glass of Amritsari lassi
  • Home
  • Featured
  • PHOTOS: દોસ્તાના-2નું શૂટિંગ શરૂ કરતાં પહેલા ગોલ્ડન ટેમ્પલ પહોંચી જ્હાન્વી કપૂર

PHOTOS: દોસ્તાના-2નું શૂટિંગ શરૂ કરતાં પહેલા ગોલ્ડન ટેમ્પલ પહોંચી જ્હાન્વી કપૂર

 | 7:36 am IST

બોલિવુડ એકટ્રસ જ્હાન્વી કપૂર પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે તૈયાર છે. કાર્તિક આર્યન સાથે પંજાબમાં દોસ્તાના 2ની શૂટિંગ શરૂ કરવા જઈ રહેલી જ્હાન્વીએ પ્રખ્યાત અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા હતા.

બોલિવુડ એકટ્રેસ જ્હાન્વી ખુબજ સાદગી પૂર્ણ અંદાજમાં નજર આવી હતી. ટ્રેડિશનલ કપડામાં જ્હાન્વી આકર્ષક લાગતી હતી. જ્હાન્વી સાથે ફિલ્મના ડિરેક્ટર Collin DCunha પણ ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. જ્હાન્વીએ અમૃતસરની પ્રખ્યાત લસ્સીનો સ્વાદ માણ્યો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા કેપ્શનમા લખ્યુ કે ભારત જેવી કોઈ જગ્યા નથી. ફિલ્મના ડિરેક્ટર Collin DCunha તસવીરો શેર કરતા લખ્યુ કે સફરની શરૂઆત કરતા પહેલા દુવાઓની ખુબજ જરૂર છે.

ફિલ્મની વાત કરીએ તો જ્હાન્વી કપૂર સાથે કાર્તિક આર્યન નજર આવશે. તેમની સાથે લક્ષ્ય પણ મુખ્ય ભૂમિકા નિભાવશે. લક્ષ્ય કેટલીક ખાસ ટીવી સીરિયલમાં પોતાની કિસ્મત અજમાવી ચુક્યો છે.

ફિલ્મનો પહેલો પાર્ટ વર્ષ 2008માં આવ્યો હતો. ફિલ્મનું નિર્દેશન તરૂણ મનસુખાણીએ કર્યુ હતુ. જ્યારે આ ફિલ્મનું નિર્માણ કરણ જૌહરે સંભાળ્યુ હતુ. ફિલ્મમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપડાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જ્હાન્વી કપૂરની આવનારી ફિલ્મોમાં રૂહીઆફ્ઝા અને ગુંજન શર્મા બોયોપિક જેવી ફિલ્મો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન