Janhvi Kapoor's Glamorous Look in Screening of Namaste London
  • Home
  • Featured
  • Photos: ભાઈ અર્જુન કપૂરની ફિલ્મનાં સ્ક્રીનિંગમાં જોવા મળ્યો જ્હાન્વીનો ગ્લેમરસ અંદાજ

Photos: ભાઈ અર્જુન કપૂરની ફિલ્મનાં સ્ક્રીનિંગમાં જોવા મળ્યો જ્હાન્વીનો ગ્લેમરસ અંદાજ

 | 11:22 am IST

બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા અને અર્જુન કપૂરની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ રીલીઝ થઈ ગઈ છે. ફિલ્મને દર્શકોનો મંદ પ્રતિશાદ મળી રહ્યો છે. તાજેતરમાં જ આ ફિલ્મનું સ્પેશલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતુ જેમાં બોલીવુડ સ્ટાર્સ જોવા મળ્યા હતા. ફિલ્મની સ્ક્રીનિંગમાં જ્હાન્વી કપૂર પણ પહોંચી હતી.

જ્હાન્વી કપૂરે ઑરેન્જ ટૉપ અને જીન્સ પહેરેલુ હતુ. આ લૂકમાં જ્હાન્વી ગ્લેમરસ લાગી રહી હતી. જ્હાન્વીની સાથે સાથે તેની બહેન ખુશી કપૂર અને અંશુલા કપૂર પણ જોવા મળી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાન્વીની ફિલ્મ ‘ધડક’ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરવામાં સફળ રહી હતી. જ્હાન્વી કપૂર હવે કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’માં મહત્વનાં પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત, આલિયા ભટ્ટ, રણવીર સિંહ અને કરીના કપૂર ખાન જોવા મળશે.