Janmashtami darshan dakor raja ranchod, VideoBhaktiSandesh
  • Home
  • Featured
  • જન્માષ્ટમીએ દર્શન કરો ડાકોરના રાજા રણછોડના, Video

જન્માષ્ટમીએ દર્શન કરો ડાકોરના રાજા રણછોડના, Video

 | 8:54 am IST

આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજીત થયા છે પરંતુ ભારતમાં માત્ર એક જ એવુ ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજીત છે રાજા સ્વરૂપે..જી હાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનુ ધામ જ્યાં રાજા રણછોડની સુંદર પ્રતિમાના થાય છે દર્શન..

શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જ ભગવાન દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા જેથી દરેક શ્રદ્ધાળુને આ ધામ પર અપાર આસ્થા છે. ડાકોરમાં સ્થાપિત રણરોણરાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે.

ડાકોરાના આ ધામમાં નિત્ય 6 વખત રણછોડરાયજીને ભોગ લગાવવામાં આવે છે અને જે દિવસે મંદિરમાં ભગવાનના દર્શનનો સમય વધારવામાં આવે તે દિવસે વધારાનો એક ભોગ જેનુ શ્રમભોગ છે તે પણ અર્પિત કરાય છે.. અને દર પૂનમ અને રવિવારના દિવસે ભકતોની ભીડ વધુ રહેતી હોય છે આ ધામમાં ખાસ કરીને રથયાત્રા , જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન