હવે અમેરિકા બાદ આ દેશ પણ સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળવા લાઈનમાં - Sandesh
NIFTY 10,391.65 -35.20  |  SENSEX 33,746.37 +-110.41  |  USD 64.9825 +0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • હવે અમેરિકા બાદ આ દેશ પણ સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળવા લાઈનમાં

હવે અમેરિકા બાદ આ દેશ પણ સરમુખત્યાર કિમ જોંગ ઉનને મળવા લાઈનમાં

 | 10:45 am IST

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પ્રત્યે દુનિયાભરના દિગ્ગજ નેતાઓના વલણમાં રાતોરાત ધરમૂળથી પરિવર્તન જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કિમ સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વિકારીને સૌને ચોંકાવી દીધાં છે. હવે જાપાન પણ તેના વડાપ્રધાન શિંજો અબે અને કિમ વચ્ચે એક શિખર વાર્તા યોજવા પર વિચાર કરી રહ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં આ અહેવાલ સામે આવ્યો છે.

જોકે આ બાબતે હજી સુધી ન તો જાપાન તરફથી કે ન તો ઉત્તર કોરિયા તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જાપાનની ટોક્યો ન્યૂઝ એજન્સીના જણાવ્યાં પ્રમાણે, શિંજો અને કિમ વચ્ચે એક શિખર વાર્તા યોજાય તેવી શક્યતા છે. સરકારી સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, આ વાતચીત ઉત્તર કોરિયાનો સામનો કરવા માટે જાપાનના નવા દ્રષ્ટિકોણનો ભાગ છે.

આ ઉપરાંત એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જાપાનને એ પણ ડર સતાવી રહ્યો છે કે ઉત્તર કોરિયા સાથે નિપટવામાં ક્યાંક તે પાછળ ના રહી જાય. ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા અને અમેરિકા આ મામલે ખુબ ઝડપથી આગળ વધી રહ્યાં છે. આ મામલે જાપાન પણ પોતાની ભૂમિકા ઈચ્છે છે.

જો કે જાપનાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ સમ્મેલનને લઈને કોઈ પણ પ્રકારની નક્કર પરિયોજનાની સ્પષ્ટતા કરી નથી. પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે, અમે આ દ્રષ્ટિકોણથી પોતાની નીતિઓનું અધ્યયન કરી રહ્યાં છે કે ઉત્તર કોરિયાના પરમાણું તથા મિસાઈલ કાર્યક્રમો અને જાપાનના નાગરિકોના અપહરણ સાથે સંકળાયેલા મુદ્દાઓનો ઉકેલ લાવવા કઈ બાબત સૌથી અસરકારક સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયાના પરમાણું તથા મિસાઈલ કાર્યક્રમોને લઈને છેલ્લા ઘણા સમયથી દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વ્યાપી રહી હતી. પરંતુ દક્ષિણ કોરિયામાં આયોજિત વિંટર ઓલિમ્પિકથી સંબંધો પર જામેલો બરફ પીઘળ્યો હતો અને તેના પરિણામસ્વરૂપે જ કિમ અને ટ્રમ્પ વચ્ચે વાતચીતની શક્યતાઓ ઉભી થઈ છે.