Japan Said They Will Short Out India's Problem In RCEP
  • Home
  • Featured
  • જાપાન ફરી ભારતનાં પડખે ઉભું રહ્યું, આપ્યું એવું નિવેદન કે ચીનનાં પેટમાં ગરમ તેલ રેડાશે

જાપાન ફરી ભારતનાં પડખે ઉભું રહ્યું, આપ્યું એવું નિવેદન કે ચીનનાં પેટમાં ગરમ તેલ રેડાશે

 | 1:37 pm IST

જાપાને એકવાર ફરી એ વાતનો સંકેત આપ્યો છે કે ભારત સાથે તેની દોસ્તી ઘણી ગાઢ છે. જાપાને ઇશારો કર્યો છે કે તે ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી કરારમાં અત્યારે સામેલ નહીં થાય. ઉલ્લેખનીય છે કે ગત મહિને ભારતે RCEPમાં સામેલ થવાથી ના કહી દીધું હતુ. ભારતનો તર્ક છે કે આનાથી સામાન્ય લોકોની આજીવિકા પર અસર પડે છે. જાપાને રવિવારનાં કહ્યું કે, “તમામ સભ્ય દેશ ભારતની ચિંતાઓ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે.” જાપાનનાં આ નિર્ણય બાદ ચીનને ઝાટકો લાગ્યો છે.

ભારતે આરસીઇપી કરારમાં નહોતા કર્યા હસ્તાક્ષર

ભારતે વર્ષોની વાતચીત બાદ ગત મહિને રજૂ કરવામાં આવેલા આએસીઈપી કરારમાં પોતાની મુખ્ય ચિંતાઓનું સમાધાન નહીં કરવામાં આવવાને લઇને તેનાથી હાથ પાછા ખેંચી લીધા. ભારતે કહ્યું હતુ કે, “આ કરારનાં વર્તમાન સ્વરૂપથી ભારતીયોનાં જીવન અને આજીવિકા પર પ્રતિકૂળ અસર પડશે. ” જાપાન સરકારનાં એક પ્રવક્તાએ કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપનનાં વિદેશ મંત્રી તોશીમિત્શુ મોતેગી અને રક્ષા મંત્રી તારોક કોનોની સાથે બેઠકમાં આરસીઈપી પર ભારતનાં દ્રષ્ટિકોણને સ્પષ્ટ કર્યો.

આરસીઈપી પર ભારતની ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે

જાપાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રેસ સચિવ અત્સુશી કૈફૂએ સંવાદદાતાઓ સાથે કહ્યું કે બેઠકમાં જાપાની વિદેશ મંત્રીઓએ આ મામલે જાપાનનું વલણ રાખ્યું. બંને મંત્રી ભારત-જાપાન રક્ષા તેમજ વિદેશ મંત્રીની એક સાથે પહેલી બેઠક માટે ભારત આવ્યા હતા. ભારતની ચિંતાઓને દૂર કરવાના પ્રયત્ન અને આરસીઈપીમાં ભારતનાં સામેલ થવાની જાપાનની આશાઓ પર કૈફૂએ કહ્યું કે આરસીઈપી બેઠકનાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તમામ પેન્ડિંગ મુદ્દાઓનું નિરાકરણ લાવવા માટે મળીને કામ કરશે. ભારતને મનાવવા માટે પડદા પાછળ ચાલી રહેલા પ્રયત્નો વિશે પુછવા પર તેમણે કહ્યું કે, “એ ઉલ્લેખ કરવામાં આવી ચુક્યો છે કે આરસીઈપી પર ભારતની ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.”

ગત દિવસોમાંએ બેંગકોક શિખર સંમેલનમાં થયેલા કરારમાં આસિયાનનાં 10 સભ્ય દેશ અને આરસીઈપી વાર્તામાં સામેલ અન્ય 6 દેશોમાં પાંચ ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે કરાર પર સહી કરી હતી.

આ વિડીયો પણ જુઓ: વડોદરાના વારસીયામાંથી મળ્યો વેપારીનો મૃતદેહ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન