Japan Military Budget Record Increase For A Decade Amid Tension With China, Russia And North Korea
  • Home
  • Featured
  • ડ્રેગનના હાડકાં ખોખલા કરવા જાપાને બનાવ્યો ‘મેગા પ્લાન’ : સૈન્ય ગતિવિધિઓ બનાવી ઝડપી

ડ્રેગનના હાડકાં ખોખલા કરવા જાપાને બનાવ્યો ‘મેગા પ્લાન’ : સૈન્ય ગતિવિધિઓ બનાવી ઝડપી

 | 6:58 pm IST

ચીનની વધતી જતી દાદાગીરીને લઈને જાપાને પણ પોતાની સૈન્ય તાકાતમાં અભુતપૂર્વ વધારો કરવાનો નિર્ણય લીધો છે. બીજા વિશ્વયુદ્ધમાં હારનો સામનો કર્યા બાદ જાપાને નિર્ણય કર્યો હતો કે, તે પોતાના હથિયારોનો ઉપયોગ માત્ર આત્મરક્ષા માટે જ કરશે. પરંતુ જાપાનના નેતાઓ અને તેમાં પણ ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન શિંજો આબેએ દેશને આ તબક્કામાંથી બહાર કાઢવાના પગલા ભરવાના શરૂ કરી દીધા હતાં. તેની પાછળ મુખ્ય કારણ હતું ચીનની વધતી જતી દાદાગીરી.

હવે જાપાનની સેનાએ સરકાર પાસે રેકોર્ડ બ્રેક 52 અબજ ડૉલરના સૈન્ય બજેટની માંગણી કરી છે. એશિયન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે જાપાનના બદલાતા વલણના કારણે હવે અમેરિકાને પણ ચીન અને રશિયા સામે લડવા જાપાનમાં એક શક્તિશાળી અને મજબુત ભાગીદાર દેખાઈ રહ્યો છે.

ચીન અને ઉત્તર કોરિયા તરફથી મળી રહ્યાં છે ગંભીર પડકાર

જાપાની સેનાએ એપ્રૈલ 2021થી શરૂ થતા નાણાંકિય વર્ષ માટે 52 અબજ ડોલરનું રક્ષા બજેટ તૈયાર કર્યું છે. સતત 9 વર્ષ સુધી સેનાએ રક્ષા બજેટમાં વધારો કરવાનું યથાવત રાખ્યું છે. ચીન અને ઉત્તર કોરિયા તરફથી મળતા પડકારોને ધ્યાનમાં રાખી જાપાનની સેનાએ પણ પોતાના તરફથી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જાપાનને ચીનની વિશાળ સૈન્ય શક્તિની સાથો સાથ ઉત્તર કોરિયાને લઈને પણ ચિંતા સતાવવા લાગી છે. ઉત્તર કોરિયાએ છેલ્લા કેટલાક સમયથી પરમાણું હથિયારોના પરિક્ષણ વધારી દીધા છે.  અનેક મિસાઈલોનું પણ ઉત્તર કોરિયા પરિક્ષણ કરી ચુક્યું છે અને આ ઘાતક હથિયારો જાપાનની ઉપરથી પસાર કરાવવા લાગ્યું છે.

જાપાને નવા બજેટમાં બે નવી ફ્રિગેટ અને એક સબમરીન ખરીદવા માટે બજેટ માંગ્યું છે. દેશની એના આગામી પેઢીના યુદ્ધ વિમાન બનાવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે, આ બનેટમાં જાપાને અમેરિકાએ વિકસાવેલી Aegis Ashore મિસાઈલ ઈંટરસેપ્શન સિસ્ટમને પણ શામેલ નથી કરી. જાપાન સેલ્ફ-ફિફેંસ ફોર્સે 340 કર્મચારીઓ સાથે નવી સાઈબર યૂનિટની સ્થાપના કરવાનો પણ નિર્ણય લીધો છે. જ્યારે સ્પેસ યૂનિટમાં 70 કર્મચારીઓને સ્થાન આપવામાં આવશે.

જાપાન કરી શકે છે પોતાના ક્ષેત્રની રક્ષા

એશિયા ટાઈમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જાપાન હવે પોતાની જમીન અને હજારો ટાપુઓની જાતે જ રક્ષા કરી શકે છે. તેવી જ રીતે પડકારોને જવાબ પણ આપી શકે છે. વૈશ્વિક સમુદ્રીય ગલિયારાઓ પર નજર પણ રાખી શકે છે. આ અગાઉ રશિયા જર્મનીની સૈન્યશક્તિથી પીડિત રહી ચુક્યું છે. તેવી જ રીતે રશિયા અને ચીન જાપાનની સૈન્ય વિચારધારાના હાથે બરાબરનું નુંકશાન વેઠી ચુક્યા છે. શિંજો અબેની નીતિ જાપાનની અર્થવ્યવસ્થાને મજબુત બનાવવાની સાથો સાથ શક્તિશાળી વિદેશ નીતિની પણ રહી છે. તેમાંથી એક મોટો પડ્કાર ચીન તરફથી મળી રહ્યો છે જે ઈસ્ટ ચાઈના સીમાં જાપાન માટે માથાનો દુ:ખાવો બન્યું છે.

સૈન્ય શક્તિ વધારી રહ્યું છે જાપાન

અબેએ 2018માં જ 10 વર્ષ માટે ડિફેંસ પ્લાન તૈયાર કર્યો હતો. જેમાં સૌથી ચર્ચિત નિર્ણય હતો લ્ઝુમો હેલિકોપ્ટર કેરિયરને એરક્રાફ્ટ કેરિયરમાં ફેરવી નાખવાનો. આમ બીજા વિશ્વયુદ્ધ બાદ જાપાના ફરી એકવાર પોતાની સૈન્ય બજેટમાં જંગી વધારો કરવા જઈ રહ્યું છે. જાપાનનો આ નિર્ણય રશિયા, ચીન અને ઉત્તર કોરિયા સાથે ભવિષ્યમાં થનારી તકરારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન