NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જાપાનમાં કૌભાંડ: મોદી સરકારની બુલેટ ટ્રેન પર પડી શકે છે અસર

જાપાનમાં કૌભાંડ: મોદી સરકારની બુલેટ ટ્રેન પર પડી શકે છે અસર

 | 11:13 pm IST

કોબી સ્ટીલ લિમિટેડના નકલી ડેટા સ્કેન્ડલે આખા જાપાનને હચમચાવી દીધું છે. સ્ટીલ બનાવતી કંપનીએ બુલેટ ટ્રેનો માટે જે સ્પેર પાર્ટ્સનું સપ્લાય કર્યું, તેની ક્વોલિટી સારી નહોતી. જો કે સુરક્ષા માટે કોઇ ખતરો નથી પરંતુ હાઇ સ્પીડ શિંકાનસેન ટ્રેનોને ચલાવનાર બે કંપનીઓએ કહ્યું છે કે કોબી સ્ટીલના સ્પેર પાર્ટ્સ જાપાનના ઔદ્યોગિક માપદંડો પર નિષ્ફળ રહ્યાં છે. આપને જણાવી દઇએ કે મુંબઇથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જાપાનની મદદથી બનાવામાં આવી રહ્યો છે અને આ સ્કેન્ડલથી તેના કામ પર અસર થઇ શકે છે.

112 વર્ષ જૂની દિગ્ગજ સ્ટીલ કંપનીના સીઇઓએ ખરાબ સ્પેર પાર્ટ્સ સપ્લાય કરવ માટે માફી માંગી છે. કોબીએ માત્ર બુલેટ ટ્રેન જ નહીં પરંતુ કારથી લઇને ડીવીડી સુધીની વસ્તુઓ માટે ખરાબ સ્પેર પાર્ટ્સ પૂરા પાડ્યા છે. આ ગોટાળાના લીધે કંપનીની માર્કેટ વેલ્યુમાં એક તૃત્યાંશનો ઝડપી ઘટાડો આવ્યો છે, તેના લીધે કંપની ઉઠી જવાની અટકળોને બળ મળ્યું છે.

જાપાનના મેન્યુફેકચરિંગ સેકટરને હચમચાવી દેનાર આ ગોટાળા અંગે રવિવારના રોજ ખબર પડી. જાપાનની ત્રીજી સૌથી મોટી સ્ટીલ બનાવતી કંપનીએ સ્વીકાર્યું કે તેમણે થોડુંક એલ્યુમિનિયમ અને કોપરની પ્રોડક્ટસની તાકત અને ટકાઉપણા અંગે જુઠ્ઠા દાવા અને નકલી આંકડા રજૂ કર્યા હતા. કોબી સ્ટીલ લિમિટેડ ટોયોટા મોટરથી લઇને જનરલ મોટર્સ જેવી દિગ્ગજ કંપનીઓ માટે સ્ટીલ અને જરૂરી ધાતઓનું સપ્લાય કરે છે. હવે એ કંપનીઓ પણ એ વાતની તપાસ કરી રહ્યું છે કે કયાંક સંદિગ્ધ મટિરિયલના લીધે કારો, ટ્રેનો, અને વિમાનની સુરક્ષાની સાથે સમજૂતી તો નથી થઇ ને. કોબી સ્ટીલે કહ્યું કે બીજી બે પ્રોડક્ટસને અસર થઇ શકે છે અને આગળ જતાં બીજા વધુ કિસ્સા સામે આવી શકે છે. જો કે કોઇ પ્રોડક્ટને રિકોલ કરાવી કે સુરક્ષાને લઇને ચિંતા થાય તેવો કોઇ રિપોર્ટ આવ્યો નથી.

કોબી સ્ટીલના સીઇઓ હિરોયા કાવાસાકી એ ગુરૂવારના રોજ સરકારના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠકમાં કહ્યું કે તમામ યુઝર્સ અને ગ્રાહકો સહિત તમામ લોકોની ચિંતા વધી, તેના માટે માફી માંગુ છું. તેમણે કહ્યું કે કંપનીમાં લોકોનો વિશ્વાસ ખત્મ થઇ ગયો છે અને તે તેની પ્રતિષ્ઠા ફરીથી સ્થાપિત કરવા માટે કામ કરશે. તેમણે કહ્યું કે સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

છેલ્લાં બે દિવસમાં કંપનીના શેરોમાં 36 ટકાનો ઘટાડો આવ્યા બાદ ગુરૂવારના રોજ 0.5 ટકાનો મામૂલી સુધારો દેખાયો. ધાંધલીના ખુલાસા બાદ કોબી સ્ટીલની માર્કેટ વેલ્યુમાં 1.6 અબજ ડોલર (અંદાજે 96 અબજ રૂપિયા)નો ઘટાડો આવ્યો છે. કંપનીના શેર સંપૂર્ણ રીતે ધડામ થઇ ચૂકયા છે.

કોબી સ્ટીલના તમામ 4 સ્થાનિક એલ્યુમિનિયમ પ્લાન્ટોમાં આંકડાઓમાં મોટાપાયા પર હેરફેર કરાય છે. આંકડાઓની સાથે આ રમતનો સિલસિલો તો કેટલીક પ્રોડક્ટ્સ માટે 10 વર્ષથી વધુ સમયથી ચાલી રહી હતી. કંપનીએ સ્વીકાર્યું કે આર્યનઓર પાવડર અને ડીવીડી અને એલસીડી સ્ક્રીન્સમાં ઉપયોગ થનાર ટાર્ગેટ મટિરિયલો ડેટા પણ નકલી હતો.

ટોક્યો અને ઓસાકાની વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન કરનાર સેન્ટ્રલ જાપાન રેલવે કંપની એ કહ્યું છે કે ટ્રેનના પૈડામં ઉપયોગ થનાર એલ્યુમિનિયમના સ્પેરપાર્ટસ જાપાની ઉદ્યોગના માપદંડની અનુરૂપ નથી. કંપનીના પ્રવક્તા હારૂહિકો તોમિકુબોએ કહ્યું કે જે સ્પેરપાર્ટ્સની તપાસ થઇ છે તેમાં 310ની ગુણવત્તા ખરાબ જોવા મળી છે અને તેને બદલી દેવાશે.

કોબી સ્ટીલના સીઇઓ કાવાસાકી એ કહ્યું કે કંપનીએ જે 200 કંપનીઓને પ્રભાવિત સામાનોનો પુરવઠો પૂરો પાડ્યો છે તેમાંથી અંદાજે 100 કંપનીઓના સપ્લાયની તપાસ પૂરી થઇ ચૂકી છે. તેમણે કહ્યું કે કંપની અંદાજે 2 સપ્તાહમાં સેફ્ટી તપાસના પરિણામોને જાહેર કરશે અને એક મહિનાની અંદર સુધારાવાળી કાર્યવાહીઓને અંજામ અપાશે.