Japanese Billionaire Yusaku Maezawa Most Retweeted Post Of All Time After Offering Cash To Random Twitter Users
  • Home
  • Featured
  • આ વ્યક્તિને Follow કરશો તો બની જશો કરોડપતિ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

આ વ્યક્તિને Follow કરશો તો બની જશો કરોડપતિ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

 | 10:15 am IST

જાપાનના બિઝનેસમેન યુસાકુ મેઝાવા (Yusaku Maezawa)એ એક ટ્વીટ કરી. તેની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. તેમની ટ્વીટે સૌથી વધુ રિટ્વીટનો રેકોર્ડ કરી દીધો છે. તેમની ટ્વીટને 5.8 મિલિયન રિટ્વીટ મળી ચૂકી છે. લોકોએ આ ટ્વિટને એટલા માટે રિટ્વીટ કરી કારણ કે રિટ્વીટ કરવા માટે પૈસા મળી રહ્યા છે.

અબજોપતિ બિઝનેસમેન યુસાકુ મેઝાવાએ 5 જાન્યુઆરીના રોજ ટ્વીટ કરતાં જાહેરાત કરી હતી કે આ ટ્વીટને રિટ્વીટ કરતા અને સાથો સાથ ફોલો કરનાર 100 લકી વિનર્સની વચ્ચે 100 મિલિયન યેન એટલે કે અંદાજે 6 કરોડ રૂપિયાથી વધુની રકમ ઇનામ તરીકે વહેંચાશે. આ ટ્વીટ થોડાંક જ કલાકોમાં વાયરલ થઇ ગઇ હતી.

યુસાકુ મેઝાવા સૌથી મોટી ઓનલાઇન ફેશન રિટેલર જોજોટાઉનના સંસ્થાપક છે. તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે જોજોટાઉનનો નવા વર્ષનો સેલ ઇતિહાસમાં સૌથી સારો રહ્યો અને અત્યાર સુધીમાં અમે 10 બિલિયન યેન એટલે કે લગભગ 6.5 અબજ રૂપિયાનો માલ વેચ્યો છે. તેના માટે આભાર વ્યકતા કરતાં હું તેમાંથી 100 લોકોને 100 મિલિયન યેન લગભગ 6.5 કરોડ રૂપિયા રોકડા આપીશ. એપ્લાય કરવા માટે મારા હેન્ડલને ફોલો કરો અને આ ટ્વીટને રિટ્વીટ કરો.

તેમની ટ્વીટે કાર્ટર વિલકિંસનના ટ્વીટનો રેકોર્ડ તોડ્યો છે. આની પહેલાં આ રેકોર્ડ કાર્ટર વિલકિંસનની પાસે હતો. કૉલેજ સ્ટુડન્ટ કાર્ટરની ટ્વીટને 35.8 લાખ રિટ્વીટ્સ મળ્યા હતા. 2017મા તેમણે એક વર્ષ સુધી ફાસ્ટ ફુડ ચેનમાંથી ફ્રી ચિકન નગેટ્સ મેળવવા માટે લોકોએ પોતાની ટ્વીટને રિટ્વીટ કરવાની અપીલ કરી હતી. જોજોટાઉનના સંસ્થાપક યુસાકુ મેઝાવાએ કરોડપતિ બનવા માટે ટ્વીટ કરી. જેનો રિસ્પોન્સ ખૂબ સારો રહ્યો છે.

યુસાકુ મેજાવા સૌથી સફળ બિઝનેસમેન છે. બિઝનેસની સાથો સાથ તેઓ કલેકશન માટે પણ પ્રખ્યાત છે. તેમની પાસે પિકાસોના પેન્ટિંગથી લઇને બુગાટીની સુપર કાર પણ છે. ચાંદ પર જવાની ટિકિટ પણ તેમની ખરીદી રાખી છે. તેમને 2023માં ચાંદ પર જનાર રોકેટના પહેલાં પેસેન્જર તરીકે પસંદ કરાયા છે. 10 વર્ષમાં તેમને બિઝનેસને ફર્શ થી અર્શ સુધી ગઇ ગયા. તેમના કપડાં જાપાનમાં ખૂબ જ પોપ્યુલર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન