જાપાનની રાજકુમારીને થયો પ્રેમ, કર્યો ખુબ મોટો ત્યાગ, ખાસ જુઓ photos - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • જાપાનની રાજકુમારીને થયો પ્રેમ, કર્યો ખુબ મોટો ત્યાગ, ખાસ જુઓ photos

જાપાનની રાજકુમારીને થયો પ્રેમ, કર્યો ખુબ મોટો ત્યાગ, ખાસ જુઓ photos

 | 7:01 pm IST

જાપાનની રાજકુમારીએ પોતાના રાજકુમારીના શાહી પદ અને દોમ દોમ સાહીબીને પ્રેમ ખાતર ઠોકર મારી દીધી છે. આ કદાચ ફિલ્મી લાગે પરંતુ બિલકુલ સાચુ છે. જાપાનના સમ્રાટ અકીહિતોની પૌત્રી પ્રિન્સેસ માકો પ્રેમ લગ્ન કરવા જઈ રહી છે. 25 વર્ષના ટૂરિઝમ વર્કર કાઈ કોમુરો તેમના જીવનસાથી બનવાના છે.

સમુદ્રતટો પર પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કામુરો ‘પ્રિન્સ ઓફ ધ સી’ તરીકે કામ કરે છે. કોમુરો સ્કીઈંગ કરે છે, વાયોલિન વગાડે છે અને તેમને કુકિંગ પણ પસંદ છે. કોમુરો સાથે લગ્ન કરવા માટે પ્રિન્સેસ માકોએ કાયદેસર રીતે પરવાનગી લેવી પડી હતી. 5 વર્ષ પહેલા આ બંનેની મુલાકાત એક રેસ્ટોરામાં થઈ હતી. બંને ટોકિયોની ઈન્ટરનેશનલ ક્રિશ્ચન યુનિવર્સિટીમાંથી ભણ્યા છે.

પ્રિન્સેસ માકો આ લગ્ન માટે પોતાનો રાજકુમારીનો મોભો ત્યાગી રહ્યાં છે. કારણ કે જાપાનના શાહી પરિવારની પરંપરા છે કે કોઈ પણ સભ્ય જો બહારની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેણે બાકીની જિંદગી એક સામાન્ય માણસની જેમ વિતાવવી પડે.જો કે લગ્ન થશે ત્યાં સુધી તે રાજકુમારી તરીકે જ રહેશે અને તેમના લગ્નની તૈયારીઓ શાહી પરિવારની જેમ જ થશે.