જાપાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો ડફોળ રોબોટ, નામ બોળ્યું - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • જાપાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો ડફોળ રોબોટ, નામ બોળ્યું

જાપાનના વૈજ્ઞાનિકોએ બનાવ્યો ડફોળ રોબોટ, નામ બોળ્યું

 | 12:34 pm IST

જાપાનના વૈજ્ઞાનિકોએ એક રોબોટ બનાવ્યો છે. વળી આ રોબોટ ભારે હોંશિયાર હોવાનો દાવો કરતો હતો અને એવું મનાતું હતું કે તે જાપાનની પ્રતિષ્ઠિત ટોક્યો યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા એકદમ સરળતાથી પાસ કરશે, પરંતુ પરિણામ ધારણા કરતાં વિપરિત આવ્યું છે. રોબોટ ડફાળ છે, તે પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળ એટલે નાપાસ થતાં વૈજ્ઞાનિકો ભોંઠા પડ્યાં છે.

આ રોટોબ એટલો બધો ડોબો છે કે તેને સતત ચોથીવાર એન્ટ્રાન્સમાં નિષ્ફળતા સાંપડી છે. ડફોળ રોબોટને હવે નોકરી-ધંધામાં લગાવી દેવાશે.

મીડિયા અહેવાલ મુજબ તોરોબો-કુન નામના રોબોટે નેશનલ સેન્ટર ટેસ્ટ પાસ કરવા માટે અનેક પ્રયાસ કર્યા હતાં. જાપાનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી હોય છે. 2013થી પ્રવેશ પરીક્ષામાં ભાગ્ય અજમાવતા આ રોબોટને સતત નિષ્ફળતા જ સાંપડી છે. પ્રવેશ પરીક્ષામાં પાંચ વિષયની આઠ કસોટી લેવાઈ હતી. આમાં રોબોટને 950 માર્કમાંથી 525 માર્ક મળ્યા છે. જોકે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તેણે 14 માર્ક વધારે મેળયા છે. રોબોટે ફક્ત 57.1 ટકા જ માર્ક મળ્યા છે જે પ્રવેશ માટેના કટ ઓફ ગુણ કરતાં ખુબ જ નીચા છે.

ટોક્યો યુનિવર્સિટીમાં લિબરલ આર્ટસના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 80 ટકા માર્ક જરૂરી છે. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ફોમેટિક્સના પ્રોફેસર નોરિકો અરઈએ જણાવ્યું હતું કે રોબોટે ગયા વર્ષે પણ લગભગ આટલા જ ગુણ મેળવ્યા હતાં.