jasdan assembly Bypoll Live
  • Home
  • Election 2019
  • જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા

જસદણ પેટાચૂંટણીમાં કુંવરજી બાવળીયાએ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા

 | 8:04 am IST

જસદણ વિધાનસભાની ગત 20મીએ યોજાયેલી પેટાચૂંટણીનું આજે મતગણતરી યોજાઈ રહી છે. કોંગ્રેસના અવસર નાકીયા અને ભાજપના પીઢ રાજનેતા કુંવરજી બાવળીયા મેદાનમાં છે. બંને પક્ષોની સાથો સાથ બંને એક જ સમાજના રાજનેતાઓ વચ્ચે આજે પ્રાતિષ્ઠાનો પણ જંગ છે. કુલ 19 રાઉન્ડની મતગણતરી થશે.

જુઓ પળેપળની અપડેટ : 

– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કુંવરજીભાઇ બાવળિયાને શુભેષ્છા પાઠવી. કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે ત્રણ રાજ્યમાં જીત બાદ કોંગ્રેસ ઉત્સાહના અતિરેકમાં આવી ગઇ હતી, પરંતુ જસદણની જનતાએ તેમને નકારી.

– 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડેલા કુંવરજી બાવળીયાને 84,321 મતો મળ્યાં હતાં, આ વખતે 90268 મતો મળ્યાં છે.

– કુંવરજી બાવળીયા 2017માં 9277 મતોથી જીત્યા હતાં તો 2018માં ભાજપના ઉમેદવારના રૂપમાં તેમનો 19985 મતોથી જ્વલંત વિજય થયો છે.

– કુંવરજી બાવળીયાને 90268 અને કોંગ્રેસના અવસર નાકીયાને 70283 મતો મળ્યા.

– જસદણમાં ભાજપના કુંવરજી બાવળીયાની 19985 મતોથી જીત. 

– જસદણમાં કમળ ખીલ્યું, કોંગ્રેસના અવસર નાકીયા વિરૂદ્ધ ભાજપના કુંવરજી બાવળીયાની જ્વલંત જીત. 

– – વર્ષ 1995, 1998, 2002, 2007, 2017 અને 2018માં કુંવરજી બાવળીયા જીત્યા

– કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાનો ગંભીર આક્ષેપ, EVMમાં ચેડા કરવામાં આવ્યા હોવાનો આરોપ. 

– પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ કમલમ ખાતે પધાર્યા.

– ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે કમલમ ખાતે આવી પહોંચ્યા.

– હવે માત્ર 2 જ રાઉન્ડ બાકી, ભાજપની જંગી લીડ પર નજર. 

– જસદણ બેઠક જીતતાની સાથે જ ભાજપ વિધાનસભામાં 100 બેઠકો પુરી કરશે. 

– એક દાયકા બાદ જસદણમાં ખીલવા જઈ રહ્યું છે કમળ. 

– 17મો રાઉન્ડ પુરો, કુંવરજી બાવળીયા 18,000 જેટલા જંગી મતોથી આગળ. 

– કમલમમાં ઢોલ-નગારા ને ત્રાંસા સાથે ભાજપના કાર્યકર્તાઓની ઉજવણી શરૂ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજ્યા. 

– 16મો રાઉન્ડ પુરો, અવસર નાકીયા પર કુંવરજી ભારે પડ્યાં, 16,370 મતોની લીડ મેળવી. 

– ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર જશ્નની ઉજવણી શરૂ, ઢોલ- નગારા સાથે વિજયની ઉજવણી શરૂ. 

– કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ હારનો સ્વિકાર કર્યો. 

– 15મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કુંવરજી બાવળીયાનો સપાટો, 17,550 મતોની જંગી લીડથી આગળ

– ભાજપે વિજય સરઘસની તૈયારીઓ આરંભી, થોડા જ સમયમાં મુખ્યમંત્રી રૂપાણી જસદણ પહોંચે તેવી શક્યતા.

– 13મા રાઉન્ડની મતગણતરી સંપન્ન : ભાજપના કુંવરજી બાવળીયા 17,720 મતોની જંગી લીડથી આગળ

– કુલ 2.32 લાખ મતદાતાઓમાંથી 82 હજાર મતો મેળવનાર ઉમેદવારની જીત થશે.

– અત્યાર સુધીમાં 90 હજાર મતોની ગણતરી હાથ ધરવામાં આવી.

– કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાના ગઢની મતગણતરી શરૂ. 

–  12 રાઉન્ડની મતગણતરી પુરી, 15,420 મતોથી ભાજપના કુંવરજી આગળ, કુવરજીને 60279 તો નાકિયા 44890 મતો. 

– 11મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, બાવળીયાની જીત તરફ કૂચ, અવરસ નાકીયા સતત પાછળ.

– 10મો રાઉન્ડ પૂર્ણ, 11,600 મતોથી કુંવરજીની લીડ

– 9 માં રાઉન્ડની મતગણતરી પુરી, કુંવરજી બાવળીયાની લીડ યથાવત

– જસદણમાં હેલિપેટ બનાવવામાં આવ્યું, મુખ્યમંત્રી રૂપાણી સહિતના નેતાઓ આવે તેવી શક્યતા.

– 8માં રાઉન્ડની ગણતરી પુરી, નાકીયાનું કમબેક, લીડ ઘટી

– 7 રાઉન્ડ બાદ અવસર નાકીયાએ લીડ કાપી.

– સ્થિતિ પલટાઈ : 7મો રાઉન્ડ પુરો, કુંવરજીને તેમના જ ગઢમાંથી ઓછા મતો મળ્યાં.

– છઠ્ઠો રાઉન્ડ પુરો, કુંવરજી બાવળીયાને 11,000 મતોની જંગી લીડ.

– કુંવરજી બાળીયાના ગામ વિંછીયા ગામની મતગણતરી શરૂ.

– કુંવરજીના પોતાના ગામની સાથે જ છઠ્ઠા રાઉંડની મતગણતરી શરૂ.

– પાંચમાં રાઉન્ડની મતગણતરી પુરી, બાવળીયાને 7700 મતોની લીડ.

– બાવળીયાને તેમના જ ગઢમાંથી ઓછા મત મળ્યાં.

– ચોથા રાઉંડ સુધીમાં 456 મતો નોટાને પડ્યાં.

– ચોથા રાઉન્ડની મતગણતરી પુરી, કુંવરજી બાવળીયા 3065 મતોથી વધારે મતોથી આગળ.

ત્રીજો રાઉન્ડ પુરો, કુંવરજી બાવળીયા 2700 મતોથી આગળ.

– ભાજપના નેતા ભરત બોઘરાના ગામની મતગણતરી શરૂ.

– જસદણમાં ગુંજ્યા મોદી મોદી ના નારા.

– બીજા રાઉન્ડમાં પણ કુંવરજી બાવળીયાની લીડ યથાવત.

– પહેલા રાઉન્ડમાં કુંવરજી બાવળીયાએ બાજી મારી. 1000થી વધારે મતોથી લીડ લીધી.

– કુલ 19 રાઉન્ડમાં મતગણતરીમાં 13માં રાઉન્ડ મહત્વનો રહેશે. રણ કે 13માં રાઉન્ડની ગણતરી કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાના વિસ્તારની હશે. તો ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાના મતવિસ્તારની ગણતરી 6 રાઉન્ડમાં થશે.

– કોંગ્રેસના અવસર નાકીયા આગળ

– 110 બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી.

– અવસર નાકીયાના ગામની મતગણતરી શરૂ.

– પ્રારંભીક મતગણતરીમાં કુંવરજી બાવળીયા આગળ, અવરસ નાકીયા પાછળ.

– જસદણમાં કુંવરજી બાવળીયાની સંસ્થા ખાતે બાળકો તથા સ્થાનિકો ચૂંટણીનું લાઈવ પરિણામ જોઈ રહ્યાં છે

– જસદણમાં આવેલી મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે મતગણતરીની પ્રક્રિયા.

– સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનની મતગનતરી શરૂ કરવામાં આવી.

– 19 રાઉન્ડમાં 262 બુથ અને 14 ટેબલ પર ચાલી રહી છે મતગણતરી.

– મતગણતરી કેન્દ્રો ખાતે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં સમર્થકો હાજર.

– કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા.

– સવારે 8 વાગ્યે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન