જેસનના લાંબા પગે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં અપાવ્યું સ્થાન - Sandesh
  • Home
  • Kids Corner
  • જેસનના લાંબા પગે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં અપાવ્યું સ્થાન

જેસનના લાંબા પગે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં અપાવ્યું સ્થાન

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

દસ વર્ષની ઉંમરમાં જ મર્સીનાં વેનેઝુએલામાં રહેનારો જેસન ઓર્લાન્ડો રોડ્રીગ્યુઝ હર્નાન્ડેઝ વિશ્વમાં સૌથી મોટા પગ ધરાવતા માણસ તરીકે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. તેણે સૌથી મોટા પગવાળી વ્યક્તિ તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. તેનો જમણો પગ લગભગ ૪૦.૧ સે.મી જેટલો અને ડાબો પગ ૩૯.૬ સે.મી. જેટલો મોટો છે. તેની ઉંમરના પ્રમાણમાં તેના પગની સાઈઝ મોટી હોવાથી વારંવાર અન્ય બાળકો તેને ચીડવતા રહે છે. તેના પગ એટલા મોટા છે કે તેને તેના માપના જૂતા શોધવામાં પણ ઘણી મુશ્કેલી થાય છે. દસ વર્ષની ઉંમર હોવા છતાં તેને ચાઈલ્ડ સેક્શન તો ઠીક  એડલ્ટ સેક્શનના જૂતા પણ આવી રહેતા નથી. તેના માપના જૂતા ન મળતા હોવાને કારણે જેસનને શાળા તથા અન્ય જગ્યાએ જતી વખતે ઘણી મુશ્કેલી થતી.  ઘણી વખત ઊઘાડા પગે જવું પડતુ. ઘણી વખત ટાયર અથવા અન્ય ફેબ્રિકમાંથી જૂતા બનાવડાવીને પહેરવા પડતા. એમ કરતાં ૨૦૧૧માં જર્મનીમાં શૂમેકર જ્યોર્જ વેસેલ્સ તેના માટે વિશેષ ફેબ્રિકનો ઉપયોગ કરી ખાસ જૂતા બનાવ્યા. જ્યોર્જે જેસન માટે જૂતાની જોડ બનાવી અને તેને આપવામાં માટે સામેથી વેનેઝુએલા ગયો. જેસને તેના શાળાકીય દરમિયાન પહેરેલા જૂતા હાલના સમયમાં જ્યોર્જે તેના સંગ્રહાલયમાં મુક્યા છે. ૨૦૧૮માં જેસન બાવીસ વર્ષ વટાવી ચૂક્યો છે અને આજે પણ તેના પગના માપમાં વધારો થઈ રહ્યો છે. તેનો જમણા પગનો પંજો ૪૦.૫૫ સેમી જેટલો છે અને ડાબા પગનો પંજો ૪૦.૪૭ સેમીનો છે.  હાલ તેના પગ વધતા રોકવા માટે ખાસ સારવાર ચાલી રહી છે. જેસન હવે પોતાના પગની સાઈઝથી ઘણો ખુશ છે. એને કારણે જ તેને આ સિધ્ધિ મળી છે. જેસન કહે છે, આજેપણ  મારા પગના માપના જૂતા શોધવા પડકારરૂપ છે. સૌથી મારુંં સપનું સેફ બનવાનું છે. હું અલગ અલગ પ્રકારના સ્વાદ ભેગા કરીને કેક બનાવવા ઈચ્છું છું. જેસનનું સપનું ફક્ત વિશ્વન શ્રેષ્ઠ કેક બનાવનાર બનવાની જ નથી. તે કહે છે, ચોક્કસ મારૂ સપનું પેસ્ટ્રી સેફ બનવાનું છે અને તે હું પૂરૂ પણ કરીશ, પણ તે પહેલાં હું મારા જેવી પરિસ્થિતિમાંથી પસાર થતા લોકોની સહાય કરવા માંગું છું.

[email protected]