Jasprit Bumrah Comments on Hardik Pandya Video
  • Home
  • Sports
  • Cricket
  • જીમમાં લેડી ટ્રેનર સાથે હાર્દિક પંડ્યા કરી રહ્યો કસરત, જસપ્રિત બુમરાહે કરી આવી કોમેન્ટ

જીમમાં લેડી ટ્રેનર સાથે હાર્દિક પંડ્યા કરી રહ્યો કસરત, જસપ્રિત બુમરાહે કરી આવી કોમેન્ટ

 | 4:16 pm IST

જસપ્રિત બુમરાહે હાર્દિક પંડ્યાના વર્કઆઉટ વીડિયો પર એવી કોમેન્ટ કરી છે કે, ઈન્ટરનેટ પર લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. 15 નવેમ્બરે હાર્દિક પંડ્યા એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કસરત દરમિયાન તે શ…શ…શ…નો અવાજ નીકાળી રહ્યો હતો. આ વીડિયો ઉપર જસપ્રિત બુમરાહે કોમેન્ટ કરતાં લખ્યું કે, સર તમારો અવાજ પ્રેશર કૂકર જેવો છે. પછી શું હતું… સોશિયલ મીડિયામાં યુઝર્સે બુમરાહની સાથે હાર્દિક પંડ્યની મજા લેવાનું શરૂ કર્યું હતું.

પંડ્યાએ વીડિયો શેર કરતાં લખ્યું કે, પિલાટ્સ મને સારો કરવામાં મદદ કરી રહી છે. પહેલાં કરતાં વધારે મજબૂત થવા માટે મહેનત કરી રહ્યો છું. તમારા બધાના સાથ માટે તમારો આભાર. પંડ્યાને આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે, અને હજારો લોકોએ લાઈક અને કોમેન્ટ કરી હતી.

આ વીડિયો પર જસપ્રિતે કોમેન્ટ કરતાં લખ્યું કે, સર તમે પ્રેશર કૂકરની જેમ અવાજ કરી રહ્યા છે, તો પંડ્યાએ બુમરાહની કોમેન્ટનો જવાબ આપતાં કહ્યું કે, હાહાહાહા…સર તમે હંમેશા સાચા હોય છે.

આ વીડિયો પણ જુઓઃ

અમદાવાદમાંથી કોકેઈન અને ગાંજો ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન