Jasprit Bumrah Follow Actress Anupama Parameswaran on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • શું પ્રેમની પીચ પર ક્લીન બોલ્ડ થયો સ્ટાર ક્રિકેટર બુમરાહ? આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ!

શું પ્રેમની પીચ પર ક્લીન બોલ્ડ થયો સ્ટાર ક્રિકેટર બુમરાહ? આ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ!

 | 5:37 pm IST

ભારતમાં ક્રિકેટર્સ અને ફિલ્મ સ્ટાર્સ વચ્ચેના સંબંધો હંમેશા ચર્ચામાં રહ્યા છે. જેની લિસ્ટ ઘણી લાંભી છે. જ્યારે હવે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જેની સામે ભલભલા બેટ્સમેન ધ્રુજી જાય છે. એ હવે એક અન્ય બાબતે ચર્ચામાં છે.

મીડિયા સૂત્રો મુજબ પ્રેમની પીચ પર જસપ્રીત બુમરાહ કોઈના હાથે ક્લીન બોલ્ડ થયો છે. જી હાં, બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેસવરન સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેસવરન એકબીજાને હાલ ડેટ કરી રહ્યા છે. આ બન્નેના રિલેશનશિપની ચર્ચા ત્યારથી ચાલી રહી છે જ્યારથી જસપ્રીત બુમરાહે અનુપમાને ટ્વીટર પર ફોલો કરવાનું શરૂ કર્યું છે.

જોકે આ વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી મળી. પરંતુ બન્નેના રિલેશનશિપની અટકળો એટલા માટે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે અત્યાર સુધી જસપ્રીત બુમરાહે કોઈ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર ફોલો કરી નથી. આપને જણાવી દઈએ કે અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ ‘પ્રેમમ’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ 2016માં તેલુગૂ ફિલ્મમાં પણ ડેબ્યૂ કર્યું. રિપોર્ટ પ્રમાણે હાલ તેઓ અસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે Dulquer Salmaanના પ્રોડક્શનમાં કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જસપ્રીત બુમરાહનું નામ એક્ટ્રેસ રાશિ ખન્ના સાથે જોડવામાં આવ્યું હતું. જોકે તે સમય આ વિશે એક્ટ્રેસ કહ્યું હતું કે,‘હું માત્ર એટલું જાણું છું કે બુમરાહ ખૂબજ સારા પ્લેયર છે. આનાથી વધારે હું તેમને નથી ઓળખતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન