જ્હાનવી અને ઇશાનની ધડકનું ટ્રેલર કલાકોમાં ૪ લાખથી વધુ લોકોએ જોયું  - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્હાનવી અને ઇશાનની ધડકનું ટ્રેલર કલાકોમાં ૪ લાખથી વધુ લોકોએ જોયું 

જ્હાનવી અને ઇશાનની ધડકનું ટ્રેલર કલાકોમાં ૪ લાખથી વધુ લોકોએ જોયું 

 | 4:19 am IST

નવોદિત અભિનેત્રી જ્હાનવી કપૂર અને અભિનેતા ઇશાન ખટ્ટરની દિગ્દર્શક શશાંક ખૈતાનની આગામી ફિલ્મ ધડકનું ટ્રેલર સોમવારે વહેલી સવારે રિલીઝ થઇ ગયું છે. ધર્મા પ્રોડકશન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ધડક મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક છે. સૈરાટ રિટર્નનું બિરુદ આ ફિલ્મને સોશિયલ મીડિયા પર મળી ગયંુ છે. ઇશાન અને જ્હાનવીની જોડી સિલ્વર સ્ક્રીન પર સુપરહિટ સાબિત થશે. ઇશાન અને જ્હાનવી ફિલ્મ દરમિયાન હરિયાણવી ભાષામાં વાતચીત કરી રહ્યા છે. યૂ ટયૂબ સહિત ઇન્ટરનેટ પર રિલીઝ થયેલા ધડકના ટ્રેલરને ગણતરીના કલાકોમાં ચાર લાખથી વધુ લોકોએ જોયું છે. ફિલ્મ ધડક પંદરમી જુલાઇએ રિલીઝ થશે.