Javelin Thrower Neeraj Chopra launch Fitness campaign In Ahmedabad school
  • Home
  • Ahmedabad
  • અમદાવાદથી શરૂ થશે ટોક્યો ઓલ્મ્પિક્સ વિજેતાઓનું ‘યુનિક સ્કૂલ વિઝીટ કેમ્પેઇન’

અમદાવાદથી શરૂ થશે ટોક્યો ઓલ્મ્પિક્સ વિજેતાઓનું ‘યુનિક સ્કૂલ વિઝીટ કેમ્પેઇન’

 | 8:31 pm IST
  • Share

  • ગોલ્ડન બૉય નિરજ ચોપરા અમદાવાદનો બનશે મહેમાન

  • અમદાવાદની સંસ્કારધામ સ્કૂલથી મિશનનો આરંભ કરાવશે

  • PM મોદીની નવતર પહેલનો ભાગ બનીને ઉત્સાહિત નીરજ ચોપરા

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં વિવિધ અભિયાન અને નવતર પહેલ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ વડાપ્રધાને ટોકિયો ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક વિજેતાઓને યુનિક શાળા મુલાકાત મિશન અંતર્ગત ભારતના ભાવિ ચેમ્પિયન્સને સશક્ત બનાવવા માટે સંતુલિતાહાર (સંતુલિત આહાર), તંદુરસ્તી અને રમતગમતના ખૂબ જ મહત્વપૂર્ણ વિષયો પર શાળાના બાળકો સાથે વાતચીત કરવાના આહવાન કર્યું છે.

આ અભિયાનના ભાગરૂપે ટોક્યો ઓલમ્પિકમાં જેવલિન થ્રો રમતમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા 4 ડિસેમ્બરે અમદાવાદના ઘુમા સ્થિત સંસ્કારધામ સ્કૂલની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદીના યુનિક શાળા મુલાકાત મિશનનો અમદાવાદથી શુભારંભ કરાવશે. નીરજ ચોપરા સંસ્કારધામ સ્કૂલના બાળકો સાથે સંતુલિત ભોજન લઇ ફિટનેસ અને રમતો પ્રત્યે જાગરૂકતા ફેલાવશે.

અમદાવાદ શહેરમાં ઘુમા સ્થિત સંસ્કાર ધામ શાળાએ રમત ગમત ક્ષેત્રની પ્રવૃતિઓમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરીને કિર્તીમાન સ્થાપિત કર્યા છે. આ તમામ ઉપલ્બિધઓને ધ્યાને લઇને જ સંસ્કારધામ સ્કૂલની “યુનિક સ્કૂલ વિઝીટ કેમ્પેઇન”માં અગ્રિમતા આપવામાં આવી છે.

PM મોદીએ 16 ઓગસ્ટે પોતાના આવાસ પર ટોક્યો ઓલમ્પિયન સાથે મુલાકાત દરમિયાન ભારતીય ઓલમ્પિક અને પેરાઓલમ્પિકને 2023માં સ્વંતંત્રતા દિવસ પહેલા 75 શાળાઓની મુલાકાત કરી કુપોષણ વિરૂદ્ધ જાગરૂકતા ફેલાવવા અને શાળાઓના બાળકો સાથે રમવા માટે આહવાન કર્યું હતુ. જેના ભાગરૂપે જ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો