સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ફરી રાજ્યસભા પહોંચશે જયા બચ્ચન! - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ફરી રાજ્યસભા પહોંચશે જયા બચ્ચન!

સમાજવાદી પાર્ટીની ટિકીટ પર ફરી રાજ્યસભા પહોંચશે જયા બચ્ચન!

 | 2:26 pm IST

સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર જયા બચ્ચનને રાજ્યસભામાં મોકલી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુંસાર જ નરેશ અગ્રવાલની ટિકીટ કપાઈ શકે છે. 3 એપ્રિલે જયા બચ્ચનની રાજ્યસભાની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે.

થોડા સમય પહેલા મીડિયામાં અહેવાલ વહેતા થયા હતાં કે, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાર્ટીના કેટલાક નેતા જયા બચ્ચનના વલણથી ખુશ નથી. પાર્ટી તેમની ટિકીટ કાપી શકે છે. પરંતુ ઔપચારીક જાહેરાત બાદ આ મામલે અટકળોને વિરામ મળશે. આ મામલે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને બચ્ચન પરિવારના નજીક રહી ચુકેલા અમર સિંહે કહ્યું હતું કે, જયા બચ્ચન સમાજવાદી પાર્ટીને વફાદાર રહ્યાં છે. તેઓ નરેશ અગ્રવાલ કરતા વધુ યોગ્ય ઉમેદવાર સાબિત થશે.

આપવું પડ્યું હતું રાજીનામું

સમાજવાદી પાર્ટીના સાંસદ રહેતા જયા બચ્ચને 2005માં તેમને સભ્યપદનો ત્યાગ કરવો પડ્યો હતો. તેમના પર લાભના પદનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જયા બચ્ચન પર વર્ષ 2005માં આરોપ લાગ્યો હતો કે તે સાંસદ હોવાની સાથોસાર ઉત્તર પ્રેદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પણ છે. માટે તેમણે સાંસદ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યાર બાદ 2012માં સમાજવાદી પાર્ટીએ ફરી એકવાર જયા બચ્ચનને રાજ્યસભા મોકલ્યાં હતાં.

પહેલા ટીએમસી સાથે જોડાય તેવા અહેવાલો હતાં

સમાજવાદી પાર્ટીમાંથી ટિકીટ કપાય તેવા અહેવાલો વચ્ચે રાજકીય ગલિયારાઓમાં જયા બચ્ચની ટીએમસી અને મમતા બેનરજી વચ્ચેની નિકટતા વધી રહી હોવાની ચર્ચા થઈ રહી હતી. જયા બચ્ચન ટુંક સમયમાં જ ટીએમસીમાં શામેલ થઈ શકે છે તેવા અહેવાલો પણ વહેતા થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવતી હોવાના કારણે જયા બચ્ચન પશ્ચિમ બંગાળમાં ખુબ જ લોકપ્રિય છે. અભિતાભ બચ્ચન પણ અનેકવાર પોતાને બંગાળના જમાઈ ગણાવી ચુક્યાં છે.