lok sabha election jaya prada reply to azam khan on controversil statement
  • Home
  • Featured
  • આઝમ ખાનને જયા પ્રદાએ આપી ખુલ્લી ચેતવણી, ‘દમ હોય તો ચૂંટણીમાં જીતીને દેખાડે’

આઝમ ખાનને જયા પ્રદાએ આપી ખુલ્લી ચેતવણી, ‘દમ હોય તો ચૂંટણીમાં જીતીને દેખાડે’

 | 12:21 pm IST

સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી આઝમ ખાનના નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. હવે રામપુરથી ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડી રહેલ જયા પ્રદાએ આઝમ ખાને કરેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો જવાબ આપ્યો છે. જયા પ્રદાએ આઝમ ખાનને પુછ્યુ છે કે શું તમારા ઘરમાં માતા કે પત્ની નથી, જો આવા નિવેદનો કરી રહ્યા છો. સાથે સાથે જયા પ્રદાએ એ પણ કહ્યુ કે આઝમ ખાન આવી ટીકાઓ કરે અને હું ડરીને રામપુર છોડીને નાશી જાઉ એવું ક્યારેય થવાનું નથી.

રામપુર લોકસભા સીટ પર સપા તરફથી ચૂંટણી લડી રહેલા આઝમ ખાન પોતાની પ્રતિદ્વંદી ભાજપની ઉમેદવાર જયા પ્રદા પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. આજમ ખાનની આ ટિપ્પણીની ચારેતરફ ટીકા થઈ રહી છે. જયા પ્રદાએ પણ આ મામલે વળતો જવાબ આપ્યો છે.

જયા પ્રદાએ કહ્યુ કે આઝમ ખાને જે નિવેદન આપ્યુ છે તે પોતે બોલી શકે તેમ નથી એટલું ખરાબ છે. જયા પ્રદાએ આઝમ ખાનની ટીકા કરી કહ્યુ કે આ માણસ સુધરવાનો નથી, આ વખતે તો તેણે તમામ હદો પાર કરી દીધી છે.

એટલુંજ નહી જયા પ્રદાએ સવાલ કર્યો કે શું મહિલાઓને લઈને આવા નિવેદન કરનાર આઝમ ખાનના ઘરે માં કે બહુ બેટીઓ નથી કે શું? જયા પ્રદાએ કહ્યુ કે શું તમારી ઘરની સ્ત્રીઓ અંગે પણ આવાજ નીવેદન આપો છો કે પછી તેમને પણ આમજ અપમાનીત કરો છો. આ સાથે જ જયા પ્રદાએ આઝમ ખાન સાથે તમામ સંબંધો પુરા કર્યાની જાહેરાત કરી હતી.

જયા પ્રદાએ કહ્યુ કે આ વખતે આઝમ ખાને તમામ હદ પાર કરી નાખી છે. હવે તેની સાથે મારે કોઈ નાતો નથી. જે રીતનો વ્યવહાર આઝમ ખાન કરી રહ્યો છે, રામપુરની જનતા તેને ક્યારેય માફ નહી કરે.

શું હું મરી જાઉ?

જયા પ્રદાએ આઝમ ખાનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે શું હું મરી જાઉં ત્યારે તમને શાંતી મળશે? જયા પ્રદાએ નીડરતા પુર્વક કહ્યુ કે આ ટિપ્પણીથી ડરીને હું રામપુર છોડી દઉં એ વાતમાં કોઈ દમ નથી. જયાએ આઝમ ખાનને પડકાર ફેંકી કહ્યુ હતુ કે તને હરાવીશ અને બતાવીશ કે જયા પ્રદા કોણ છે.

જયા પ્રદાના આ ગુસ્સાનું કારણ છે આઝમ ખાને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી, જેમાં તેણે જયા પ્રદાને નિશાન બનાવી કહ્યુ હતુ કે, જેને આંગળી પકડીને અમે રામપુર લાવ્યા, જેનું અમે સંપૂર્ણ રીતે ધ્યાન રાખ્યુ, 10 વર્ષ જેને તમે પ્રતિનિધિત્વ કરાવ્યું તેની અસલીયત સામે આવી ચુકી છે. 17 દિવસમાં જાણી શકાયુ કે તેમનું અંડરવેર ખાખી રંગનું છે. આઝમ ખાનના આ નિવેદનની ટીકા થઈ રહી છે.

વર્ષ 2009માં મતભેદ થતા આઝમ ખાને સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરીના પદ પરથી રાજીનામું આપ્યું. પરંતુ જલ્દી તેમની વાપસી થઈ, પાર્ટીએ તમનું રાજીનામું અસ્વીકાર કરી પરત બોલાવ્યા હતા. ત્યાર બાદ જયા પ્રદાએ સપાથી અલગ થઈ ગયા અને 2014માં તેમને રાષ્ટ્રીય લોકદળ તરફથી બિજનૌર બેઠકથી ચૂંટણી લડી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો. હવે જયા પ્રદા બીજેપી સાથે જોડાયા છે. તેઓ રામપુર બેઠકથી આઝમ ખાન સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન