Jaya Prada support of Ravi Kishan, said- Jaya Bachchan is doing politics
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદા, કહ્યું- જયા બચ્ચન રાજનીતિ કરી રહી છે

રવિ કિશનના સપોર્ટમાં આવી જયા પ્રદા, કહ્યું- જયા બચ્ચન રાજનીતિ કરી રહી છે

 | 8:05 am IST

બોલિવૂડની ગયા જમાનાની જાણીતી અભિનેત્રી જયા પ્રદા અને જયા બચ્ચન સામ સામે આવી ગઈ છે. લોકસભામાં બીજેપી સાંસદ રવિ કિશને કહ્યું હતું કે બોલિવૂડમાં ફેલાયેલા ડ્રગ કલ્ચર ઉપર કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. એના પછી સપા સાંસદે પણ કહ્યું હતું કે દોષિયો ઉપર કાર્યવાહી કરવી જોઈએ પરંતુ સમગ્ર બોલિવૂડ ઈંડસ્ટ્રીને બદનામ ન કરવી જોઈએ. ત્યારે ડાયરેક્ટર અનુભવસિંન્હાએ પણ કહ્યું હતું કે યુવાઓમાં અશ્લિલતાનું ઝહેર ફેલાયું છે. હવે આ મામલામાં બીજેપી સાંસદ જયા પ્રદાનું નિવેદન આપણ સામે આવ્યું છે અને તેણે કહ્યું કે આ મામલામાં જયા બચ્ચન રાજનીતિ કરવાની કોશિશ કરી રહ્યા છે.

આપણે ડ્રગની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ- જયા પ્રદા

જયા પ્રદાએ કહ્યું કે હું આ મામલામાં રવિ કિશનજીની કોમેન્ટનો સંપૂર્ણ સાથ આપું છું. જેમાં તેણે ડ્રગ એડિક્શનથી યુવાઓને બચાવવાની અપીલ કરી છે. આપણે ડ્રગની વિરૂદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ અને આપણે આપણા યુવાનોને બચાવવા જોઈએ. મને લાગે છે કે આ મામલામાં જયા બચ્ચન રાજનીતિ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જયા બચ્ચને રાજ્યસભાના મોનસૂન સત્રમાં બીજા દિવસે કહ્યું હતું કે કેટલાક લોકોના નામ ડ્રગ એંગલમાં આવ્યા છે. એનો મતલબ એ નથી કે તમે સમગ્ર ઈંડસ્ટ્રીની છાપ ખરાબ કરવા માટે લાગી જાઓ. મને શરમ આવી રહી છે કે કાલે લોકસભામાં ફિલ્મ ઈંડસ્ડ્રીના જ કેટલાક સભ્યોએ આ ઈંડસ્ટ્રીની વિરૂદ્ધ વાત કરી છે. આ શર્મનાક છે. એન્ટરટેઈનમેન્ટ ઈંડસ્ટ્રીના લોકોને સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

તેણે વધુમાં કહ્યું કે જે લોકોએ આ ઈંડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું તે જ આજે ઈંડસ્ટ્રીને ગટર કહી રહ્યા છે. હું આ વાતની વિરૂદ્ધ છું. હું આશા કરૂ છું કે સરકાર આ લોકોને કહે કે તે આવી ભાષાનો ઉપયોગ ન કરે. જયાના આ નિવેદન ઉપર બોલિવૂડના કેટલાક સ્ટાર્સે પણ સપોર્ટ કર્યો હતો. જેમાં તાપસી પન્નુ, અનુભવ સિંહા, સોમન કપૂર આહુજા, ફરહાન અખ્તર, ઋચા ચઢ્ઢા, રોહિત બોસ રોય, દીયા મિર્ઝા જેવા સ્ટાર્સ સામેલ છે. જ્યારે કંગના રનૌતે જયા બચ્ચનને પ્રતિક્રિયા આપતા તીખો જવાબ આપ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન