Jayanti Bhanushali Case In Manisha Goswami Made Sunil Bhanushali Video
  • Home
  • Ahmedabad
  • ભાનુશાળી કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી, મનીષા પાસે 30થી વધુ અશ્લીલ સીડી બની ચર્ચાનો વિષય

ભાનુશાળી કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી, મનીષા પાસે 30થી વધુ અશ્લીલ સીડી બની ચર્ચાનો વિષય

 | 12:51 pm IST

અમદાવાદ પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલીની હત્યાનો મામલ યુપીના એક આશ્રમમાંથી ધરપકડ કરાયેલ ઘટનાના મહત્વપૂર્ણ સાગરિત મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાલ બન્ને પાસેથી દરેક વસ્તુની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. હાલ આ કેસમાં મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉના રિમાન્ડમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે.

ચોંકાવનારી વિગત પ્રમાણે, મનિષાને ભાનુશાળી સાથે તબેલાનાં વિવાદમાં બદલો લેવાનાં હેતુથી જ ભાનુશાળીનાં ભત્રીજાને ફસાવીને તેની અશ્લિલ સીડી બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પણ મનિષા સાથે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી સાથેનાં સંબંધો અંગે પણ પૂછપરછ કરી રહી છે. પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.

મનીષા ગોસ્વામીના ભાનુશાળી સાથે સારા સંબંધ હોવા છતા તે છબીલ તરફ કેમ વળી તે અંગે પણ પોલીસ પુછપરછ કરી રહી છે. તે સિવાય બન્ને શુટરો સહિતના મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા હોવા છતા હત્યા સમયે ગુમ થયેલો ભાનુશાળીનો મોબાઈલ પોલીસને મળ્યો નથી. આ મોબાઈલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું કહેવાય છે.

મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉના રિમાન્ડમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કેટલાક રાજકરણીઓ અને છબીલ પટેલના મળતિયાએ બંન્નેને મદદ કરી હતી. મનીષાએ તબેલા માટે લીધેલી રૂ. 90 લાખની લોનના હપ્તા કોણ ભરતું હતું તે મુદ્દે પોલીસ તેમની પાસેથી તપાસ કરી રહી છે. મનીષા પાસે પડેલી 30થી વધુ સેક્સ સીડી ક્યાં છુપાવી છે તે મુદ્દે SIT તપાસ ચલાવી રહી છે. આ સિવાય મનીષા પાસે રહેલી 30 સીડીમાં ક્યાં રાજકારણીઓ અને સરકારી બાબુઓની સેક્સ સીડી બની છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે.

મનીષા ગોસ્વામીએ 2016માં 90 લાખની લોન લઈને જયંતિ ભાનુશાળી પાસેથી આ તબેલો ખરીદ્યો હોવાનું મનીષાનું કહેવું છે. જેમાં ભાનુશાળી સાથે વિવાદ થતા તે ઉશ્કેરાઈ હતી. જેમાં તેણે બદલો લેવા માટે ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીને શાહીબાગના એક ગેસ્ટ હાઉસમાં છળકપટથી બોલાવ્યો હતો. તેણે ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલીને સુનિલને કેફી પીણુ પીવડાવીને અશ્લિલ વિડીયો ઉતારી લીધો હતો.

આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા માટે સુનિલને બ્લેકમેઈલ કરતી હતી. બાદમાં ગભરાયેલા સુનિલે તેના કાકા જયંતિ ભાનુશાળીને વાત કરતા મનીષાને લાખો રૃપિયા આપીને મામલો પયો હતો. જોકે મનીષા વધુ નાણા માટે પરેશાન કરતા સુનિલે મનીષા વિરૂધ્ધ ગુનો પણ નોંધાવ્યો હતો. મનીષાને જેલ થતા છબીલ પટેલે જ તેને જામીન માટે મદદ કરી હતી.

આ પણ જુઓ વીડિયો: ડોક્ટર-પેથોલોજી લેબ મિલી ભગત પર સુરત- અમદાવાદીઓ શું કહે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન