Jayanti Ravi presents possibility of increasing Corona case for Gujarat
  • Home
  • Corona live
  • બાપ રે: ગુજરાત માટે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર, હજુ આટલી તારીખ સુધી કેસ વધશે!

બાપ રે: ગુજરાત માટે કોરોનાને લઈ ચિંતાજનક સમાચાર, હજુ આટલી તારીખ સુધી કેસ વધશે!

 | 12:26 pm IST

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ગુજરાતીઓને લોકડાઉનનો વ્યવસ્થિત અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. આજથી ઈન્ક્યુબેશન પીરિયડ્સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્યતા છે.

જયંતિ રવિએ આગળ વાત કરી કે, હજુ 5 એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે. હાલમાં 993 સેમ્પલમાંથી 938 નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે. 8000થી વધુ વેન્ટિલેટર્સ હાલ ઉપલબ્ધ છે. તેમજ ગુજરાતમાં N95 માસ્કની અછત નથી એટલે એ પણ સારુ છે.

હાલમાં ગુજરાતમાં 53 પર સંખ્યા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 18, રાજકોટમાં 8, વડોદરામાં 8 કેસ, સુરતમાં 7 અને ગાંધીનગરમાં 7 કેસ નોંધાયા છે, ભાવનગર અને કચ્છમાં એક – એક પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 3 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.

આ વીડિયો પણ જુઓ: કોરોના યોદ્ધાના પરિવાર સાથે ‘સંદેશ ન્યૂઝ’ની વાતચીત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન