નિદાહાસ ટ્રોફી: T-20માં સારા પ્રદર્શનના કારણે વનડેમાં સ્થાન મેળવવા માગે છે આ ખેલાડી - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • નિદાહાસ ટ્રોફી: T-20માં સારા પ્રદર્શનના કારણે વનડેમાં સ્થાન મેળવવા માગે છે આ ખેલાડી

નિદાહાસ ટ્રોફી: T-20માં સારા પ્રદર્શનના કારણે વનડેમાં સ્થાન મેળવવા માગે છે આ ખેલાડી

 | 3:47 pm IST

શ્રીલંકામાં આગામી નિદાહાસ ટી20 ટ્રોફીમાં ભારતીય ઝડપી બોલિંગનું નેતૃત્વ કરનાર જયદેવ ઉનડકટ આ તકનો ફાયદો ઉઠાવીને આવતા વર્ષે યોજાનાર વનડે વિશ્વકપની ટીમમાં પોતાની જગ્યા નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

ઉનડકટે 2016માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ હરારેમાં ટી20 મેચથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી એક વર્ષ કરતાં પણ વધારે સમયથી ઉનડકટ ટીમમાંથી બહાર રહ્યો હતો. શ્રીલંકા વિરૂદ્ધ ડિસેમ્બરમાં રમાયેલી મેચથી તેણે કમબેક કર્યું હતું. ઉનડકટે શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સિરીઝમાં ચાર વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકામાં તેને બે મેચ રમવાની તક મળી હતી. જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. ટી20 કરિયરમાં તેણે છ મેચમાં સાત વિકેટ લીધી છે. શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણીમાં ત્રીજી ટીમ બાંગ્લાદેશ છે.

આ ઝડપી બોલરની નજર હવે ટી20 વર્લ્ડકપ અને આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદારી નોંધાવશે. જોકે, હાલ તે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. ઉનડકટના જણાવ્યાનુસાર શ્રીલંકા વિરૂદ્ધ તેની રણનીતિ એવી જ રહેશે જેવી ગત સિરીઝમાં રહી હતી. તેણે જણાવ્યું હતું કે,’અમારા માટે આ ફાયદાકારક સ્થિતિ રહેશે. અમને તેમના મજબૂત પાસા ખબર છે.

જયદેવ ઉનડકટે જણાવ્યું હતું કે,’હું એવું વિચારૂં છું કે આવતી ટૂર્નામેન્ટની તૈયારી છે. માત્ર વન ડે ક્રિકેટ જ નહીં પણ આ ટી20ની પણ તૈયારી છે. જેવું મેં કહ્યું કે હું ટીમમાં જગ્યા બનાવવા માટે અને મેદાન પર મારૂ કૌશલ્ય બતાવવા માટે પ્રયત્ન કરીશ. ટીમ મેનેજમેન્ટને પણ મારા પર વિશ્વાસ છે.’