કુકર્મી જયેશ પટેલે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું, સ્પર્મ રિપોર્ટ પોઝિટીવ આવ્યો - Sandesh
  • Home
  • Baroda
  • કુકર્મી જયેશ પટેલે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું, સ્પર્મ રિપોર્ટ પોઝિટીવ આવ્યો

કુકર્મી જયેશ પટેલે જ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું, સ્પર્મ રિપોર્ટ પોઝિટીવ આવ્યો

 | 6:40 pm IST

પોતાની જ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર પારુલ યુનિવર્સિટીની સંચાલક ડો.જયેશ પટેલનો સ્પર્મ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એટલુ જ નહિ, પીડિતાના ગુપ્તાંગનો સ્પર્મ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. સુરતના એફએસએલએ આ રિપોર્ટ સોંપ્યો છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, પારુલ યુનિવર્સિટીના નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરનાર ડો.જયેશ પટેલનો સ્પર્મનો રિપોર્ટ આવી ગયો છે. સુરત એફએસએલએ આપેલો આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ મુજબ, જયેશ પટેલે જ આ વિદ્યાર્થીની પર બળાત્કાર કર્યો હોવાનું સાબિત થઈ ગયું છે. કારણ કે, પીડિતાની ગુપ્તાંગમાં પણ સ્પર્મ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ રિપોર્ટથી આ કેસમાં એક મજબૂત પુરાવો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મની ફરિયાદ બાદ પોલીસે પીડિતાનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું હતું. સાથે જ જયેશ પટેલનુ પણ પરીક્ષણ કરાવાયું હતુ. જયેશ પટેલનું વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને એસએસજીમાં મેડિકલ પરીક્ષણ કરાવાયું હતુ. ત્યાર બાદ બંનેના મેડિકલ રિપોર્ટના સેમ્પર 26 જૂનના રોજ સુરતના એફએસએલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે સવા મહિના બાદ આજે સુરત એફએસએલએ રિપોર્ટ સોંપ્યો હતો. જે પોઝિટીવ આવ્યો છે.