NIFTY 10,186.85 +68.80  |  SENSEX 32,997.69 +237.25  |  USD 65.3625 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આરજેડીની ધમકી ઘોળીને પી ગયું જેડીયુ, 24 કલાકની અંદર આપ્યો જડબાતોડ જવાબ

આરજેડીની ધમકી ઘોળીને પી ગયું જેડીયુ, 24 કલાકની અંદર આપ્યો જડબાતોડ જવાબ

 | 3:07 pm IST

બિહારમાં મહાગઠબંધન સરકાર પર હવે ગમે ત્યારે મોટો ફેસલો આવી શકે છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પર રાજીનામું આપવાનું ભારે દબાણ સર્જી રહેલી જેડીયુએ હવે આકરું વલણ અપનાવી લીધુ છે. પાર્ટીના નેતા અજય આલોકે આજે કહ્યું કે નીતિશકુમારને સત્તા છોડવામાં 5 મિનિટની પણ વાર નહીં લાગે. તેમણે કહ્યું કે વિધાયકોના આંકડા ગણાવતી આરજેડી કોઈ ગેરસમજમાં ન રહે. આ દરમિયાન એવા પણ અહેવાલો છે કે સરકાર બચાવવાની કવાયતમાં અનેક પ્રકારના ફોર્મ્યુલાઓ પર વિચાર કરવામાં આવી રહ્યાં છે. આ અગાઉ ગુરુવારે આરજેડીના મનેરથી વિધાયક ભાઈ વિરેન્દ્રે નિતિશસરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે જેડીયુએ એ ભૂલવું ન જોઈએ કે આરજેડી પાસે 80 વિધાયક છે, મહાગઠબંધનમાં તેઓ જે ઈચ્છશે તે જ થશે. જેનો આજે જેડીયુએ જડબાતોડ જવાબ આપી દીધો. જેડીયુએ આજે કહ્યું કે સત્તામાં રહેવાની સરખામણીમાં નીતિશકુમારની છબી તેમના માટે વધુ મહત્વની છે. 71 વિધાનસભ્યોવાળી જેડીયુએ કહ્યું કે જો જરૂર પડી તો પાર્ટીને સરકારમાંથી બહાર નીકળતા ફક્ત પાંચ મિનિટ લાગશે.

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં જેડીયુ નેતા અજય આલોકે જણાવ્યું કે આ મહાગઠબંધન નીતિશકુમારના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર તેમની છબી નિષ્કલંક રહી છે. સમતા પાર્ટીના સમયથી જ છેલ્લા 25 વર્ષોથી અમે આ છબી સાથે કોઈ સમાધાન કર્યુ નથી અને આગળ પણ નહીં કરીએ. ગમે તે થાય, અમારું આ જ સ્ટેન્ડ છે. તેમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે નીતિશકુમાર સત્તા જાળવી રાખવા માટે આ મુદ્દે વાર લગાડી રહ્યાં છે તો તેમણે કહ્યું કે જો સત્તાની વાત થતી હોય તો, સત્તા છોડવામાં અમને માત્ર પાંચ મિનિટ લાગશે. આ બધુ અમે સત્તા માટે કરતા નથી.

આ સાથે જ ઈશારામાં આરજેડી પર નિશાન સાંધતા અજયે કહ્યું કે અમારા માટે સત્તાનો અર્થ છે લોકોની સેવા, અમે અહીં અમારા સ્વાર્થ માટે નથી આવ્યાં, અમારો હેતુ પ્રોપર્ટી બનાવવાનો નથી. નીતિશકુમાર માટે સત્તાનો અર્થ માત્ર જનસેવા છે. લાલુ અને નીતિશકુમારના ઘર આસપાસ જ છે તો પછી તેઓ સીધી વાતો કેમ કરતા નથી. જેના જવાબમાં જેડીયુ નેતાએ કહ્યું કે સ્પષ્ટીકરણ આપવાનું કામ તેજસ્વી યાદવ અને આરજેડીનું છે અને તેમણે તે કરવું જોઈએ. તેમણે આરજેડીના તે નિવેદન ઉપર પણ પલટવાર કર્યો જેમાં આરજેડી દ્વારા કહેવાયું હતું કે તેમની પાસે 80 વિધાયકો છે. અજય આલોકે કહ્યું કે કોઈએ કન્ફ્યુઝનમાં ન રહેવું જોઈએ. મહાગઠબંધન પાસે 178 વિધાયક છે અને તમામ મહાગઠબંધનના નામે ચૂંટાયા છે. તેમાં આરજેડીની સાથે સાથે કોંગ્રેસ પણ સામેલ છે. જો કોઈ એક પાર્ટીના આંકડા જોઈએ તો 2010ના આંકડા યાદ કરો તો ખબર પડશે કે કોના શું આંકડા હતાં.

આ બાજુ જેડીયુ અને આરજેડી વચ્ચે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના રાજીનામાને લઈને વધેલા તણાવ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે ફોન પર વાત કરી. સોનિયા ગાંધીએ લાલુ પ્રસાદ સાથે પણ વાત કરી. સ્પષ્ટ થાય છે કે સોનિયા ગાંધી તૂટવા જઈ રહેલા મહાગઠબંધનને બચાવવાની ભરપૂર કોશિશો કરી રહ્યાં છે.