વાહ ગજબની ફેશન હોં ! અનાજની બોરીમાંથી બનાવવામાં આવ્યા જીન્સ, વાયરલ થયા ફોટો
આજકાલ આધુનિક, ડિજીટલ અને ફેશનનો જમાનો ચાલી રહ્યો છે. દિવસે દિવસે નવી નવી ફેશન માર્કેટમાં આવી રહી છે. સોશિયલ મીડિયા(Social Media)માં અવાર નવાર આવા ફોટો (Photo) અને વીડિયો (Viral) વાયરલ થઈ રહ્યા છે. જ્યારે આ વચ્ચે ફેશનના શોખીન માટે એક અલગ પ્રકારનું જીન્સ (Jeans) માર્કેટમાં આવ્યું છે. જેનો જોઈને કોઈપણ હેરાન થઈ જશે. આ જીન્સ કપડાથી નહીં પરંતુ અનાજના કોથળામાંથી બનાવવામાં આવ્યું છે. એટલે કે ઘઉં, ચોખા વગેરેના કોથળામાંથી ડિઝાઈન કરી જીન્સ બનાવવામાં આવ્યું છે. આ જીન્સના ફોટો સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. તો કેટલાક લોકો વિવિધ મિમ્સ બનાવી મજા લઈ રહ્યા છે. જુઓ PHOTOS…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન