JEE-Main In the result of 4 students from Ahmedabad shone in the top-11,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જેઈઈ-મેઈનના રિઝલ્ટમાં અમદાવાદના 4 વિદ્યાર્થીઓ ટોપ-11માં ઝળક્યાં, ટોપ-500માં 25 કરતા વધુ વિદ્યાર્થીનો અંદાજ

જેઈઈ-મેઈનના રિઝલ્ટમાં અમદાવાદના 4 વિદ્યાર્થીઓ ટોપ-11માં ઝળક્યાં, ટોપ-500માં 25 કરતા વધુ વિદ્યાર્થીનો અંદાજ

 | 8:12 am IST
  • Share

કટઓફ સ્કોર ઘટયો, ટોપ-૫૦૦માં ૨૫ કરતા વધુ વિદ્યાર્થીનો અંદાજ

એન્જિનિયરિંગના અભ્યાસક્રમ માટે દેશની શ્રેષ્ઠ ગણાતી આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ-એડવાન્સ્ડમાં બેસવા માટેની જેઈઈ-મેઈનનું આજે રેન્ક ફાળવવા સાથે ચોથા સેશનનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ૧૦૦ સ્કોર મેળવનાર ૪૪ વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી છે. જેમાં ૧૦૦માંથી ૧૦૦ સ્કોર મેળવનાર ૧૮ વિદ્યાર્થીઓમાં અમદાવાદના અનંથ ક્રિષ્ના કિદામ્બીએ ૧૦મો રેન્ક મેળવ્યો છે.

આ વિદ્યાર્થી સ્ટેટ ટોપર બન્યો છે. જ્યારે ફિમેલ કેટેગરીમાં એશા એમ.પટેલ ૯૯.૯૭૯નો સ્કોર મેળવી ફિમેલ કેટેગરીમાં સ્ટેટ ટોપર બની છે. અમદાવાદના ચાર વિદ્યાર્થીએ ટોપ-૧૦૦માં સ્થાન મેળવ્યું છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા પ્રથમ વખત જેઈઈ-મેઈન ચાર વખત લેવામાં આવી હતી. તેના કારણે કટઓફ સ્કોર નક્કી કરવામાં તકલીફ પડી હતી. ગત વર્ષની સરખામણી આ વર્ષે કટઓફ સ્કોર નીચો આવ્યો છે.

ગુજરાતમાંથી અંદાજે ૪૦ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હોવાનો અંદાજ છે. તેમાંથી કટઓફ સ્કોર પાર કરીને જેઈઈ એડવાન્સ્ડ માટે લાયક બનવામાં પાંચ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ સફળ રહ્યાં હોવાનો અને ટોપ-૫૦૦માં રાજ્યના ૨૫થી વધુ વિદ્યાર્થી હોવાનો અંદાજ છે. ફેબ્રુઆરી, માર્ચ, જુલાઈ અને ઓગસ્ટના ચારેય સેશન માટે ૪,૧૨,૧૭૧ વિદ્યાર્થી નોંધાયા હતા.

પરંતુ પરીક્ષા માત્ર અડધા એટલે કે ૨,૫૨,૯૫૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા હતી. દેશમાં બધુ મળીને ૧૦,૪૮,૦૧૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી ૯,૩૯,૦૦૮ વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી હતી. હવે પ્રિમિયમ ઈન્સ્ટિટયુટ તથા જે કોલેજો અને યુનિર્વિસટીઓ જેઈઈ-મેઈનનો સ્કોર માન્ય રાખે છે તેવી તમામ સંસ્થામાં એડમિશનની પ્રક્રિયા આગળ ધપશે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા વિદ્યાર્થીઓએ ચાર ટેસ્ટ આપી હોય તેમાંથી જે ટેસ્ટમાં બેસ્ટ સ્કોર હોય તેને ધ્યાને લઈને રેન્ક આપી છે. આ ઉપરાંત નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ ટેસ્ટ દરમિયાન ગેરરીતિ આચરતા પકડાયેલા ૨૦ વિદ્યાર્થીઓને ભવિષ્યની પરીક્ષા આપી શકે નહીં તે માટે ત્રણ વર્ષ સુધી ગેરલાયક ઠરાવ્યા છે. આ વિદ્યાર્થીઓ આગામી ત્રણ વર્ષ સુધી જેઈઈ-મેઈન આપી શકશે નહીં. એનટીએ દ્વારા બેચલર ઓફ આર્િકટેક્ચર અને બેચલર ઓફ પ્લાનિંગનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન