Jeep Carrying 20 Labours hit with tree in Kheralu, Mehsana
  • Home
  • Featured
  • મહેસાણાના ખેરાલુમાં ખતરનાક અકસ્માત, ફૂલ સ્પીડમાં જીપ ઝાડ સાથે ટકરાઈ, 6નાં દર્દનાક મોત

મહેસાણાના ખેરાલુમાં ખતરનાક અકસ્માત, ફૂલ સ્પીડમાં જીપ ઝાડ સાથે ટકરાઈ, 6નાં દર્દનાક મોત

 | 7:59 am IST

મહેસાણામાં વહેલી સવારે એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર પૂરપાટ ઝડપે જતી એક જીપ રાતના અંધારામાં ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાવહ હતી કે, આ અકસ્માતમાં 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 12 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 3 પુરુષ, 2 મહિલા, 1 દસ વર્ષનું બાળકનું મોત થયું છે. 

ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર જતાં અદિતપુર પાસે જીપને ગંભીર અકસ્માત નડ્યો હતો. અને લોકોનાં કહેવા પ્રમાણે જીપમાં સવાર તમામ લોકો મજૂર હતા અને તેઓ ખેડબ્રહ્માના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ મોતનો આંકડો પાંચ સુધી પહોંચ્યો છે. પણ આ આંકડો વધે તેવી પણ આશંકાઓ છે. દુખની વધુ એક વાત એ છે કે મૃતકોમાં સાત વર્ષની એક બાળકીનો પણ સામેલ છે.

જીપમાં અંદાજે 20 જેટલાં લોકો સવાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો 12 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. સ્થાનિકોનાં કહેવા પ્રમાણે જીપ ડ્રાઈવર જીપ ફૂલ સ્પીડમાં દોડાવી રહ્યો હતો. અને વહેલી સવારે કદાચ ઝોકું આવવાને કારણે કે પછી સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ ભરૂચમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન