Jeff Bezos announces Rs 7,000 crore investment in India
  • Home
  • Business
  • જેફ બેઝોસ વડાપ્રધાન મોદીના સપનાને કરશે સાકાર, કરી અબજોના રોકાણની જાહેરાત

જેફ બેઝોસ વડાપ્રધાન મોદીના સપનાને કરશે સાકાર, કરી અબજોના રોકાણની જાહેરાત

 | 1:36 pm IST

પૃથ્વીના સૌથી ધનિક વ્યક્તિ અને એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસએ કહ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચનો ઉપયોગ 10 અબજ ડોલરનાં ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદોની નિકાસ કરશે. દુનિયાની પ્રમુખ ઇ-કોમર્સ કંપની એમેઝોનએ ભારતનાં નાના અને મધ્યમ ઉદ્યોગો (SMB)ને ડિઝિટલ બનાવવા માટે એક અબજ ડોલર એટલે લગભગ 7,000 કરોડ રૂપિયાના રોકાણની પણ ઘોષણા કરી છે.

જેફ બેઝોસએ નાના અને મધ્યમ ઉદ્યોગો પર આયજીત એમેઝોનના સંભવ સમ્મેલનમાં સંબોધિત કરતા આ ઘોષણા કરી છે. બેઝોસએ કહ્યું કે, કંપની પોતાની વૈશ્વિક પહોંચ દ્વારા 2025 સુધીમાં 10 અબજ ડોલરનાં ‘મેક ઇન ઇન્ડિયા’ ઉત્પાદોની નિકાસ કરશે. બે દિવસનાં આ સંમ્મેલનમાં એ વાત પર ચર્ચા કરવામાં આવશે કે કેવી રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેક્નોલોજી પ્રત્યે જાગૃત કરી શકાય છે.

બેઝોસએ એવું પણ કહ્યું કે, 21મી સદીમાં ભારત-અમેરિકાનું જોડાણ સૌથી મહત્વપૂર્ણ હશે. બેઝોસ આ અઠવાડિયે ભારતની યાત્રા પર છે. તેઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને એસએમબી વેપારીઓ સાથે મુલાકાત પણ કરશે.

એમેઝોન અગાઉ જણાવ્યું હતું કે તેનું પ્લેટફોર્મ હજારો નાના વિક્રેતાઓ સહિત ઉદ્યોગસાહસિકોને રોજગાર પૂરો પાડે છે. જોકે સીએઆઇટી આ સાથે સહમત નથી.

આ વીડિયો પણ જુઓ : સુરતના કામરેજમાં ડબલ મર્ડરથી ચકચાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન