jeff bezos predict human born in space celebrate holiday on earth
  • Home
  • Top News
  • બેજોસની આગાહી- ‘સ્પેશમાં માનવી જન્મશે, પૃથ્વી પર રજા માણવા આવશે’

બેજોસની આગાહી- ‘સ્પેશમાં માનવી જન્મશે, પૃથ્વી પર રજા માણવા આવશે’

 | 10:22 pm IST
  • Share

  • જેફ બેજોસની કલ્પના
  • અંતરિક્ષમાં તરતા ઘરોમાં 10 લાખ લોકો વસતા હશે
  • એલન મસ્ક અને જેફ બેજોસ વચ્ચે વાકયુદ્ધ

વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક શખ્સ જેફ બેજોસે અંતરિક્ષ પર રાજ કરવા માટે પોતાનો ખજાનો ખોલી નાંખ્યો છે. “બ્લૂ ઓરિજિન”ના ભવિષ્યને લઈને આયોજિત એક ચર્ચામાં બેજોસે કંપનીની ભાવિ યોજના, અંતરિક્ષમાં શોધ અને પૃથ્વીને બચાવવા જેવા મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. બેજોસે અંતરિક્ષમાં માનવ વસ્તીને લઈને કહ્યું કે, આ એક તરતા ઘરો જેવા હશે, જ્યાં પૃથ્વીના હવામાન અને ગુરુત્વાકર્ષણની નકલ કરવામાં આવશે. આ તરતા ઘરોમાં 10 લાખ લોકો રહી શકશે અને ત્યાં નદી, જંગલ અને વન્યજીવ પણ હશે.

બેજોસે કહ્યું કે, સદીઓ સુધી સ્પેસમાં માનવી જન્મ લેશે અને તે તેમનું પહેલું ઘર હશે. માનવીઓ સ્પેશમાં ઉભી કરવામાં આવેલી વસ્તીઓમાં પેદા થશે. જે બાદ પૃથ્વી પર રજા માણવા જશે. જો મંગળ ગ્રહને બદલી નાંખીએ અથવા આવા પ્રકારનું કંઈક નાટકીય કરીએ, તો તે ખૂબ જ પડકાર હશે અને બીજી પૃથ્વી બનાવવા જેવું હશે. જે બાદ ત્યાં 10 થી 20 અબજ લોકો રહી શકશે.

જણાવી દઈએ કે, ધરતીની બહાર માનવ જીવન કેવી રીતે વિક્સિત કરવામાં આવે? તેને લઈને બેજોસ અને તેના કટ્ટર હરિફ અબજપતિ એલન મસ્ક વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે. એલન મસ્ક બેજોસને પછાડીને આ સમયે વિશ્વના સૌથી વધુ ધનિક માનવી બની ગયા છે. મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું મુખ્ય લક્ષ્યાંક મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવાની છે. આ પ્રકારે બેજોસ અંતરિક્ષમાં વસ્તી વસાવવાનો માસ્ટર સ્ટ્રોક મારીને મસ્ક પર નિશાન સાધ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો